નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ માટે બે ટીમે તેમનો દાવો નિશ્ચિત કરી દીધો છે. ભારત પ્રથમ ટીમ છે જેણે સેમિફાઇનલ માટે પોતાનો દાવો નિશ્ચિત કર્યો હતો. ભારત પછી, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023 ની સેમિફાઇનલ માટે તેના દાવાની પુષ્ટિ કરી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા પછી વિશ્વકપ 2023ની સેમિફાઇનલ માટે કઈ બે ટીમો પોતાનો મજબૂત દાવો રજૂ કરશે તે સમીકરણને સમજીએ. વર્લ્ડ કપ 2023માં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. આ બંને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી તેની તમામ સાત મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ સાતમાંથી છ મેચ જીતી છે. એટલે કે આ વર્લ્ડ કપમાં બંને ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આજે આ બંને ટીમો વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે.
વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ માટે બે ટીમો કન્ફર્મ થઈ ગઈ છે, બે ટીમો માટે હજુ પણ સીટો ખાલી છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલ પર સાતમાંથી પાંચ મેચ જીત્યા અને બે હાર્યા બાદ 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ન્યુઝીલેન્ડની ટીમ આઠ મેચ રમીને ચારમાં હાર અને ચાર જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
ન્યુઝીલેન્ડની ટીમે લીગ તબક્કામાં માત્ર એક મેચ રમવાની છે.
પાકિસ્તાને પણ લીગ તબક્કામાં માત્ર એક મેચ રમવાની છે, જ્યારે અફઘાનિસ્તાને લીગ તબક્કામાં બે મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, અફઘાન ટીમ અને અફઘાની પઠાણો પાસે વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પહોંચવાની વધુ તક છે. અફઘાનિસ્તાનની ટીમ પાસે બે મેચ છે અને જો અફઘાન પઠાણ આ બંને મેચ જીતી જશે તો તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે અને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ભારત સામે ટકરાશે. જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ મેચ માટે ક્વોલિફાય કરે છે, તો પાકિસ્તાનની ટીમ ભારત સામે ટકરાશે.
ભારતીય ટીમનો મુકાબલો આજે એટલે કે 5મી ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે થઇ રહ્યો છે. સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કરનારી બંને ટીમો આજે બળાબળની કસોટીમાં ઉતરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને