સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ માટે પાકિસ્તાને જાહેર કરી ટીમ, બે ખેલાડી કરશે ડેબ્યૂ

પર્થઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પાકિસ્તાને પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી હતી. શાન મસૂદની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ વખત ટેસ્ટ રમશે.

તાજેતરમાં બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનના બે ખેલાડીઓ ડેબ્યૂ કરતા જોવા મળશે.
પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરતી વખતે પાકિસ્તાન ક્રિકેટે લખ્યું હતું કે આમિર જમાલ અને ખુર્રમ શહજાદ ટેસ્ટ ડેબ્યૂ કરશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. આ સાથે જ પ્લેઈંગ-11માં બે-બે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સ્ટીવ સ્મિથની સાથે ટ્રેવિસ હેડને પણ વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

આમિર જમાલ અને ખુર્રમ શહજાદ બંને ઝડપી બોલર છે અને સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના પ્લેઈંગ-11માં ઈમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક ઓપનિંગ કરતા જોવા મળશે.

શાન મસૂદ ત્રીજા નંબરે બાબર આઝમ ચોથા નંબર પર, સઈદ શકીલ નંબર પાંચ પર અને સરફરાઝ અહેમદ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. શકીલ ઉપરાંત ઓલરાઉન્ડર સલમાન અલી આગા સ્પિનરોની ભૂમિકામાં જોવા મળશે. ટીમમાં ચાર ફાસ્ટ બોલર છે. ઓલરાઉન્ડર ફહીમ અશરફ ઉપરાંત શાહીન આફ્રિદી, આમિર જમાલ અને ખુર્રમ શહઝાદ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત