ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ માટે પાકિસ્તાને જાહેર કરી ટીમ, શાહીન આફ્રિદી બહાર
સિડની: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ માટે પાકિસ્તાને તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. શાહીન આફ્રિદીને આ મેચ માટે પાકિસ્તાન ટીમમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સાજિદ ખાનને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. ઈમામ-ઉલ-હકને પણ સ્થાન આપવામાં આવ્યું નથી અને તેની જગ્યાએ સેમ અયુબ ડેબ્યૂ કરશે.
શાહીન આફ્રિદીને આ મેચમાંથી બહાર રાખવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શાહિને આ સીરિઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ઇમામ-ઉલ-હક આ સમગ્ર શ્રેણીમાં ફ્લોપ રહ્યો છે. તે પાકિસ્તાનને સારી શરૂઆત આપી શક્યો ન હતો, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો.
શાહીનના સ્થાને ટીમમાં આવેલા સાજિદ ખાન ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધી માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે. છેલ્લી વખત તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. તેણે આ મેચ વર્ષ 2022માં પેશાવરમાં રમી હતી. ત્યારપછી તે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. ઇમામના સ્થાને ટીમમાં આવેલા યુવા ક્રિકેટર સેમ અયુબ માટે સિડની ટેસ્ટ મોટી તક છે. સિડની ટેસ્ટ માટે પાકિસ્તાનના પ્લેઇંગ-11માં આ માત્ર બે ફેરફાર છે.
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનઃ સેમ અયુબ, અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, સાજિદ ખાન, હસન અલી, મીર હમઝા, આમેર જમાલ.