
લાહોર: ક્રિકેટ ચાહકોને 15 ફેબ્રુઆરીએ બે કટ્ટર હરીફ ટીમ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ જોવા મળશે, મેચના બહિષ્કાર વિવાદમાં પાકિસ્તાન સરકારે યુટર્ન લીધો છે. બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ICC સાથે બેઠકો બાદ પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને ભારત સામે મેચ રમવા માટે ટીમ મોકલવા મંજુરી આપી દીધી છે.
નોંધનીય છે કે ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ICC ના અધિકારીઓ વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ જતી, જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના વડા પણ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કર્યા બાદ પાકિસ્તાને ભારત સામે મેચ રમવાનો નિર્ણય કર્યો હતો.
પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાન સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને યુએઈ સહિતના કેટલાક મિત્ર દેશોની વિનંતી અને બહુપક્ષીય ચર્ચાઓ બાદ મેચના બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
શેહબાઝ શરીફે એક નિવેદનમાં જણાવ્યું, “ક્રિકેટની ભાવનાને ટેકો આપવા અને ભાગ લેનારા તમામ દેશોમાં આ વૈશ્વિક રમતની સહયોગ જાળવી રાખે એ ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
ICCનું નિવેદન:
ICCએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું, ” વ્યાપક જોડાણના ભાગ રૂપે ICC અને PCB વચ્ચેની વાતચીત થઈ હતી, જેમાં બંને પક્ષોએ સંબંધો જાળવી રાખવા જરૂરિયાતનો સ્વીકાર કર્યો હતો અને પ્રામાણિકતા, તટસ્થતા અને સહયોગ સાથે રમતનાં હિત માત એનીર્નાય લેવામાં આવ્યો.”
શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણોસર ભારતમાં T20 વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો, BCBએ માંગ કરી હતી કે તેમની તમામ મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે, ICC એ આ માંગ ન સ્વીકારતા BCBએ ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો.
બાંગ્લાદેશના સમર્થનમાં પહેલા પાકિસ્તાને પણ ટુર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી હતી, ત્યાર બાદ પાકિસ્તાને જાહેર કર્યું કે તેમની ટીમ T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે.
જો આ મેચ રદ થાય તો ICCને મોટું નુકશાન થઇ શકે એમ હતું, ICCએ PCB પર કડક પ્રતિબંધોનો ચેતવણી આપી. ત્યાર બાદ ICC અને PCBના અધિકારીઓ વચ્ચે બેઠકો યોજાઈ, અંતે ગઈ કાલે પાકિસ્તાને પોતાનો નિર્ણય બદલ્યો અને ભારત સાથે મેચ રમવાની તૈયારી બતાવી.
આ પણ વાંચો…પાકિસ્તાનનો પેંતરો ફ્લોપ: દોસ્તોએ જ સાથ છોડ્યો, હવે ભારત સામે રમ્યા વગર છૂટકો નથી!



