સ્પોર્ટસ

ભારત એશિયા કપ નહીં રમે: BCCIના નિર્ણયથી ACC સામે મોટું સંકટ

નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે માહોલ ખરાબ ચાલી રહ્યો છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ વિકટ સ્થિતિમાં છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BCCI દ્વારા એશિયન ક્રિકેટ કાઉન્સિલના દરેક આયોજનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ થયો કે ભારત એશિયા કપ આ વર્ષે ભાગ લેવાનું નથી, જેનું મુખ્ય કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવપૂર્ણ માહોલ છે.

આપણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશ જશે; BCCI એ ODI અને T20 સિરીઝની જાહેરાત કરી

એશિયન ક્રિકેટ કાઉન્સિલના દરેક આયોજનથી ભારત દૂર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો બીસીસીઆઈએ શ્રી લંકામાં આવતા મહિને યોજાનાર મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં દ્વિવાર્ષિક પુરુષ એશિયા કપમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, જેની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને જાણ પણ કરી દીધી છે.

મળતી જાણકારી પ્રમાણે અત્યારે એસીસીનું નેતૃત્વ પાકિસ્તાનના એક પ્રધાન મોહસિન નકવી કરી રહ્યાં છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે, જેથી આનું સંચાલન પાકિસ્તાની વ્યક્તિ કરતો હોય તો સ્વાભાવિક છે કે, ભારત રમવા નહીં જ જાય!

આપણ વાંચો: ક્રિકેટરોની ખાવા-પીવાની સમસ્યા દૂર થશે, બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે…

એસીસીનું નેતૃત્વ અત્યારે પાકિસ્તાની વ્યક્તિના હાથમાં

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટને અલગ પાડવાના પ્રયાસનો એક ભાગ પણ હોઈ શકે છે. ભારત હવે પાકિસ્તાને દરેક બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીને શરણ આપે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘ભારતીય ટીમ એવી કોઈ ટુર્નામેન્ટમાં નહીં રમે જેનું એસીસી દ્વારા આયોજિત કરવામાં આવતું હોય અને જેનો પ્રમુખ પાકિસ્તાનનો કોઈ એક પ્રધાન હોય!’. નોંધનીય છે કે, ભારતના આ નિર્ણયના કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલને ભારે નુકસાન થઈ શકે છે.

આપણ વાંચો: ભારતીય ક્રિકેટરો હવે શિસ્તબદ્ધ થશે! BCCI એ ખેલાડીઓ માટે 10 નવા કડક નિયમો જાહેર કર્યા

BCCIના આ નિર્ણયના કારણે ACCની મૂઝવણ વધશે

મહિલા એશિયા કપ સાથે સાથે પુરુષ એશિયા કપના આયોજનમાં પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલને ફટકો પડવાનો છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પુરુષ એશિયા કપનું આયોજન થવાનું છે, જેનું આયોજન ભારત કરવાનું છે, પરંતુ બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે તે ટુર્નામેન્ટને પણ અસર થઈ શકે છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ કરતી આ ટુર્નામેન્ટ હાલ પૂરતી મુલતવી રાખી શકાય છે. કારણે કે, વર્તમના સ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારે મેચ રમવા માટે તૈયાર થાય તેમ લાગતું નથી.

ભારત વિના એશિયા કપનું આયોજન સંભવ નહીં

મહત્વની વાત એ પણ છે કે ભારત વિના એશિયા કપનું આયોજન થવું સંભવ નથી. એશિયા કપ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટ્સના મોટાભાગના પ્રાયોજકો ભારતના છે. એટલું જ નહીં પરંતુ ભારત Vs પાકિસ્તાન મેચ વિન બ્રોડકાસ્ટર્સને એશિયા કપમાં રસ નહીં હોય.

જેથી અત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ શું નિર્ણય લેવો એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો પાકિસ્તાનને એશિયન ક્રિકેટ કાઉન્સિલમાંથી બાકાત કરવામાં આવે તો, તો કદાચ BCCI એશિયા કપમાં રવાનું વિચારી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button