સ્પોર્ટસ

ઑલિમ્પિક્સના આયોજકોએ સાઉથ કોરિયાની કેમ માફી માગવી પડી?

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 33મી ઑલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની અનોખી અને શાનદાર હતી એમ છતાં એને કેટલાક દેશોમાંથી વખોડવામાં પણ આવી છે. એક બાબતમાં તો ખુદ આયોજક ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)એ સાઉથ કોરિયાની માફી માગવી પડી છે.

ઓપનિંગની શરૂઆતમાં પૅરિસની સેન નદીમાં ‘પરેડ ઑફ નૅશન્સ’ દરમિયાન સાઉથ કોરિયાના ઍથ્લીટોને લઈને જે બોટ આવી રહી હતી ત્યારે તેમને ફ્રેન્ચ તથા અંગ્રેજી બંને ભાષામાં ડેમોક્રેટિક પિપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા (નોર્થ કોરિયા) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. જોકે ટીવી પ્રસારણમાં ‘સાઉથ કોરિયા’ એવું સાચું નામ દર્શાવવામાં આવ્યું હતું.

આઈઓસીએ સાઉથ કોરિયાને નોર્થ કોરિયા તરીકે ઓળખાવા બદલ સાઉથ કોરિયાની તેમ જ એના ઍથ્લીટોની માફી માગી છે.
વિશ્વમાં સાઉથ કોરિયા ‘રિપબ્લિક ઓફ કોરિયા’ તરીકે ઓળખાય છે. દેશના ખોટા નામની જાહેરાત કરવા બદલ સાઉથ કોરિયાની સરકારે જણાવ્યું હતું કે “આવી ગરબડ કેમ થઈ એ વિશે અમે ફ્રાન્સની સરકાર સમક્ષ ફરિયાદ નોંધાવીશું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button