IPL 2024સ્પોર્ટસ

‘આજ ગાડી રોહિત ભાઈ ચલાયેગા’, રોહિત શર્મા ટીમની બસનો ડ્રાઈવર બન્યો

મુંબઈ: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના ઈતિહાસની બે સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે મુકાબલો થશે. મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડીયમ(Wankhede Stadium)માં આજે સાંજે 7.૩૦ વાગ્યે ‘અલ ક્લાસિકો'(El Clasico) કહેવાતી આ મેચ શરુ થશે, આ મેચ રોમાંચક રહે એવી દર્શકોને આશા છે. બ્લોકબસ્ટર મેચ પહેલા MIનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) હળવા મૂડમાં જોવા મળ્યો હતો. રોહિત શર્મા MIની ટીમને લઈને જઈ રહેલી બસનો ડ્રાઈવર બની ગયો હતો. ડ્રાઈવર સીટ પર બેઠેલા રોહિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાંજનું પ્રેક્ટિસ સેશન પૂર્ણ કરી હોટેલ પરત ફરી રહી હતી ત્યારે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સની બસની ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો.

https://twitter.com/CricCrazyJohns/status/1779144058327474516

જોકે રોહિતે બસ ચલાવી ન હતી, સ્ટેડિયમની બહાર ઉભેલી બસની આગળ એકઠા થયેલા ચાહકોનું અભિવાદન ઝીલવા તે ડ્રાઈવર સીટ પર બેઠો હતો. ચાહકોએ રોહિતને જોઈને બુમો પાડવાનું શરુ કર્યું હતું, લોકોએ ડ્રાઈવર સીટ પર બેઠેલા રોહિતના ફોટો ક્લિક કર્યા હતાં.

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ ‘અલ ક્લાસિકો’ મેચ હશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો CSK પાંચમાંથી ત્રણ મેચ જીતી 6 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે, જયારે MI 5માંથી 2 મેચ જીતીને 4 પોઈન્ટ્સ સાથે સાતમાં ક્રમે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News