ODI Ranking: આ અફઘાન ખેલાડીએ વિરાટ-રોહિતને પાછળ છોડ્યા! ગિલના નંબર વન સ્થાનને જોખમ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે રવાના થઇ ગઈ છે. ODI સીરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરના રોજ પર્થમાં રમાશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલ મેચ બાદ પ્રથમ વાર ભારતીય ટીમ ODI મેચ રમશે. એ પહેલા ICCએ આજે નવી ODI રેન્કિંગ જાહેર કરી છે. ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને નુકશાન પહોંચ્યું છે. આ સાથે શુભમન ગિલના નંબર સ્થાનને પણ જોખમ ઉભું થયું છે.
આજે જાહેર કરવામાં આવેલી ODI બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા ત્રીજા સાથે છે, આગાઉ તે બીજા સાથે હતો આમ તેને એક પદનું નુકશાન પહોંચ્યું છે. વિરાટ કોહલી પણ એક સ્થાનના નુકશાન સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

આ અફઘાન ખેલાડીએ છલાંગ લગાવી:
ODI બેટિંગ રેન્કિંગમમાં શુભમન ગીલ પહેલા ક્રમે યથાવત છે, પણ અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાને તને ટક્કર આપી રહ્યો છે. ઇબ્રાહિમ એક સાથે આઠ સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે.
ગિલનું હાલનું રેટિંગ 784 છે, જયારે ઇબ્રાહિમ ઝદરાનનું રેટિંગ હવે 764 છે. આમ ઇબ્રાહિમ ગીલ કરતા માત્ર 20 પોઈન્ટનો પાછળ છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં શુભમન ગીલને સારું પ્રદર્શન કરવું પડશે, નહીં તો તેના નંબર વનના સ્થાનને જોખમ ઉભું થઇ શકે છે.
આ બેટર્સને નુકશાન:
ઇબ્રાહિમ ઝદરાને 8 સ્થાનની છલાંગ લગાવતા વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત પાકિસ્તાનના બાબર આઝમ, ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ, શ્રી લંકાના ચરિથ અસલંકા, આયર્લેન્ડના હેરી ટેક્ટર, ભારતના શ્રેયસ ઐયર અને વેસ્ટ ઇન્ડિઝના શાઈ હોપને એક એક સ્થાનનું પણ નુકસાન પહોંચ્યું છે.
આપણ વાંચો: Video: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મર્યાદા ભૂલ્યા! ‘હેન્ડ શેક વિવાદ’ પર ભારતીય ટીમની અભદ્ર મજાક ઉડાવી
 


