
ICC વર્લ્ડ કપ 2023માં આજે પાકિસ્તાન સામેની મેચમાં ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. રચિને 88 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપ 2023માં આ તેની ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારી હતી. 100 રન સુધી પહોંચવા માટે તેણે 14 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 108 રનની ઇનિંગ રમ્યા બાદ રચિન મોહમ્મદ વસીમના બોલ પર આઉટ થયો હતો. વર્લ્ડ કપ પહેલા રચિને ક્યારેય વનડેમાં ટોપ-5માં બેટિંગ પણ કરી ન હતી. રચીનનું બેગલુંરું સાથે ખાસ કનેક્શન છે.
બેંગલુરુ સ્થિત સોફ્ટવેર એન્જિનિયર રવિ કૃષ્ણમૂર્તિ 90ના દાયકામાં ન્યુઝીલેન્ડ ગયા હતા. પરંતુ ભારત અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ ઓસર્યો નહીં. 18 નવેમ્બર 1999ના રોજ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. કૃષ્ણમૂર્તિએ તેમના પુત્રનું નામ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડના નામ પર રાખ્યું છે. રચિનને નાનપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે રજાઓમાં ભારત આવતો ત્યારે તે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પણ જતો હતો.
આજે રચીને તેના બાળપણના મિત્રોની હાજરીમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતીછે. તેના માતા-પિતા હાલ ભારતમાં હજાર રહી શક્યા નથી. તેના દાદા દાદી તેને પ્રથમ વખત સ્ટેડિયમમાં તેને રમતા જોઈ રહ્યા છે. તેના દાદા જાણીતા શિક્ષણવિદ્ ટીએ બાલકૃષ્ણ અડિગાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમારા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે અને આખો પરિવાર રચિન અને તેની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હશે.
આજની સદી સાથે રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપ 2023માં 500 રન પણ પૂરા કર્યા છે. ક્વિન્ટન ડી કોક પછી આવું કરનાર તે બીજો બેટ્સમેન છે. રચિન પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં 500 રન બનાવનારો માત્ર બીજો બેટ્સમેન છે. તે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે.