T20 World Cup 2024સ્પોર્ટસ

ICC T20 2024: કિવી કેપ્ટને કૉન્ટ્રેક્ટ અને કેપ્ટન્સી બંને છોડી દીધા

ઑકલૅન્ડ: વર્લ્ડ કપ જેવી સૌથી મોટી ટૂર્નામેન્ટમાં હંમેશાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ સૌ કોઈની લાડકવાયી હોય છે, પરંતુ આ ટીમ ક્યારેક ટ્રોફીથી તો ક્યારેક નોકઆઉટ રાઉન્ડથી વંચિત રહી જતી હોય છે. આ વખતે તો હદ જ થઈ ગઈ. કિવી ખેલાડીઓની ટીમ લીગ રાઉન્ડમાં માંડ અડધે પહોંચી ત્યાં તો ટૂર્નામેન્ટમાંથી એની એક્ઝિટ નક્કી થઈ ગઈ હતી. 2014 પછી પહેલી વખત ન્યૂ ઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપની સેમિફાઇનલથી વંચિત રહી છે. કિવી કેપ્ટન કેન વિલિયમસને આ આઘાત સહન ન થતાં પોતે જ નવો સેન્ટ્રલ કૉન્ટ્રેકટ નકારી દીધો છે અને ટી-20 તથા વન-ડેની કેપ્ટન્સી પણ છોડી દીધી છે.

Read more: T20 Super Eight: ટી-20 વર્લ્ડ કપનું ટ્રેલર પૂરું, પિક્ચર હવે શરૂ

કુલ 350 જેટલી ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવ ધરાવતા વિલિયમસને 18,000 જેટલા રન કર્યા છે. તેણે નક્કી કરી લીધું છે કે તે પોતાના ક્રિકેટ બોર્ડ પાસેથી વર્ષ 2024-’25નો સેન્ટ્રલ કૉન્ટ્રેકટ નહીં સ્વીકારે. ગયા વર્ષે તેણે ટેસ્ટની કેપ્ટન્સી છોડી દીધી હતી.
વિલિયમસન ન્યૂ ઝીલૅન્ડના આગામી ઉનાળાના મહિનાઓ દરમિયાન વિદેશ જવા માગે છે.

Read more: T20 World Cup: પાકિસ્તાની ક્રિકેટર પત્નીની મનાઈ છતાં ચાહકોને મારવા દોડ્યો અને પછી…

તેણે મંગળવારે કહ્યું, “હવે હું મારા પરિવારને અને મિત્રોને ઘણો સમય આપવા માગું છું. હું દેશ-વિદેશ જઈશ એટલે સેન્ટ્રલ કૉન્ટ્રેકટ સ્વીકારી નહીં શકું. જોકે ભવિષ્યમાં આ કૉન્ટ્રેકટ સ્વીકારવાની મારી પૂરી તૈયારી છે. ન્યૂ ઝીલૅન્ડ વતી રમવું એ મારા માટે સૌથી અમૂલ્ય અવસર કહેવાય.” ન્યૂઝીલેન્ડની ટીમ આગામી ક્રિસમસ પહેલા ભારતનો પ્રવાસ કરશે તેમ જ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે સિરીઝ રમશે. જોકે આ બે મોટી સિરીઝમાં વિલિયમસન હશે કે નહીં એ નક્કી ન કહી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો