ધોની, રોનાલ્ડો વિરાટ પહેરે છે એ ખાસ બેન્ડ હવે તમે પણ ખરીદી શકશો….

વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ અને મોહમ્મદ સિરાઝના હાથમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન એક બેન્ડ જોઈ હશે અને આ બેન્ડનું નામ Whoop છે અને આ નામ આપણામાંથી ઘણા લોકો માટે નવું હોઈ શકે છે, પરંતુ ICC World Cup 2023 દરમિયાન આ નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. અમેરિકન કંપની Whoop હવે ભારતમાં પણ વેચશે અને કંપનીએ આ માટે બ્રાન્ડ એમ્બેસેડર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristano Ronaldo)ને બનાવ્યો છે. એટલું જ નહીં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ કંપનીમાં રોકાણ પણ કર્યું છે.
ભારતમાં લાંબા સમયથી આવા પ્રકારની ફિટનેસ બેન્ડ લોન્ચ થાય એની રાહ જોઈ રહ્યા હતા. જોકે, અનેક ભારતીયોએ અમેરિકાથી પણ આ બેન્ડ ખરીદીને પહેરતાં જોવા મળી રહ્યા છે, જેમાં એમ એસ ધોની (Mahendra Singh Dhoni)થી લઈને ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલનો સમાવેશ પણ થાય છે.
વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)એ સચિન તેંડુલકરનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બ્રેક કર્યો હતો અને એ જ મેચ દરમિયાન વિરાટના હાથમાં આ ખાસ બેન્ડ જોવા મળી હતી. બસ એ જ દિવસથી આ બેન્ડ ચર્ચામાં આવી હતી અને લોકો આતુરતાપૂર્વક આ બેન્ડ ભારતમાં લોન્ચ થાય એની રાહ જોઈ રહ્યા હતા.
હવે કંપનીના સીઈઓ દ્વારા આ બાબતની જાહેરાત એક પોસ્ટના માધ્યમથી કરવામાં આવી છે. આ પોસ્ટમાં કંપનીએ જણાવ્યું છે કે દુનિયાના અનેક મોટા મોટા ક્રિકેટ અને જાણી એથલિટ્સ પહેલાંથી જ આ બેન્ડનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે તમે પણ આની મેમ્બરશિપ ખરીદી શકો છો. જોકે, હજી સુધી કોઈ ઈન્ડિયન વેબસાઈટ પરથી આ બેન્ડ નથી ખરીદી શકાતી પણ તમે ડિલિવરી માટે તમે ભારતનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ગ્લોબલ વેબસાઈટથી જ આ બેન્ડ ભારતમાં પણ ઓર્ડર કરી શકાય છે.
Also Read –