જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો અને 19મી વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

લંડનઃ પુરુષોની ટેનિસમાં સિંગલ્સના સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સર્બિયાનો નોવાક જૉકોવિચ (Novak Djokovic) અહીં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં બીજો રાઉન્ડ જીતીને ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો ત્યારે તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. તે 19મી વખત વિમ્બલ્ડનના થર્ડ રાઉન્ડ (third round)માં પહોંચ્યો અને એ સાથે તેણે રોજર ફેડરરનો 18 વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચવાનો વિક્રમ તોડી નાખ્યો હતો.
જૉકોવિચે બીજા રાઉન્ડમાં ડૅન ઇવાન્સને 6-3, 6-2, 6-0થી હરાવ્યો હતો. તે પચીસમું ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો મોકો તાજેતરમાં ફ્રેન્ચ ઓપનમાં ગુમાવી બેઠો હતો, પણ વિમ્બલ્ડનમાં એ તક મેળવવા આતુર છે એવું તે અગાઉ કહી ચૂક્યો છે.
એકંદરે જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો. વિમ્બલ્ડનમાં તે સાત વખત ચૅમ્પિયન બન્યો છે.
દરમ્યાન મહિલા વર્ગમાં જાપાનની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નાઓમી ઑસાકા ત્રીજા રાઉન્ડમાં ઍનાસ્તાસિયા પાવલીચેન્કોવા સામે 6-3, 4-6, 4-6થી પરાજિત થઈ હતી.