PCB પર કોઈ પ્રતિબંધ નહીં લાગે! ICCના ભૂતપૂર્વ અધ્યક્ષે આપ્યું આવું કારણ

દુબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, એવા અહેવાલો છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) પર કડક પ્રતિબંધો લાદી શકે છે. એવામાં ICC ના અધ્યક્ષે દાવો કર્યો છે કે, PCB પર કોઈ પણ પ્રતિબંધો નહીં લાગે.
2003 થી 2006 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ પદ પર રહેલા એહસાન મની એ જણાવ્યું કે T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવાથી PCB પર પ્રતિબંધો નહીં લાગે. એહસાન મની PCB ના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
એહસાન મનીએ આપી આવી દલીલ:
એહસાન મની પોતાની દલીલના સમર્થનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણયનું ઉદાહરણ આપ્યું.
એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા એહસાન મનીએ કહ્યું, “PCBએ પાકિસ્તાન સરકારના નિર્દેશો પાલન કર્યું છે, માટે તેના પર કોઈ પ્રતિબંધો લાદી શકાય નહીં. આ જ આધાર પર ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આવા બેવડા ધોરણો ચાલી શકે નહીં.”
એહસાન મનીએ કહ્યું, “કોઈ પણ દેશના ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલગીરીનો દરવાજો ખુલ્લો છે, ખાસ કરીને PCBને જુઓ, તેના ચેરમેન સરકારમાં પ્રધાન છે.”
એહસાન મની કેમ ખોટી છે?
ક્રિકેટ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ત્યારે એહસાન મનીનો આ તર્ક કદાચ યોગ્ય નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન યજમાન હતું, ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાન જવાની મનાઈ કરી હતી, પરંતુ ભારતે તેની તમામ મેચ દુબઈમાં રમી હતી, જેમાં એક મેચ પાકિસ્તાન સામે હતી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે, છતાં પાકિસ્તાને રમવાનો ઇનકાર કરી દીધો છે, માટે PCBને દંડ થવો જોઈએ.
નોંધનીય છે કે પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ ન રમવાના નિર્ણય પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે માંગ કરી હતી કે તેની મેચો ભારતની બહાર શિફ્ટ કરવામાં આવે, પરંતુ ICCએ આ વિનંતીને નકારી કાઢી હતી, ત્યાર બાદ બાંગ્લાદેશે વર્લ્ડકપમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો…સરફરાઝ અહમદે ભારત સામેની મૅચ દરમ્યાન મોબાઈલનો ઉપયોગ કેમ કર્યો? સોશિયલ મીડિયામાં બબાલ



