હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસીથી ખુશ નીતા અંબાણી
મુંબઇ: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ફરી એકવાર પોતાની ટીમમાં સામેલ કરીને તમામને ચોંકાવી દીધા છે. ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરનાર હાર્દિક પંડ્યા આઇપીએલ ૨૦૨૪ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. મુંબઈની ટીમની માલિક નીતા અંબાણી હાર્દિક પંડ્યાની વાપસીથી ખૂબ જ ખુશ થયા હતા. તેમણે હાર્દિકનું મુંબઈ ઈન્ડિયન્સમાં ખાસ અંદાજમાં સ્વાગત કર્યું હતું.
હાર્દિક પંડ્યાની વાપસી પર નીતા અંબાતીએ કહ્યું હતું કે હાર્દિકને પાછો મેળવીને અમે રોમાંચિત છીએ! હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની યુવા પ્રતિભાથી લઈને ભારતીય ટીમનો સ્ટાર બનવા સુધીની સફર પુરી કરી છે. અમે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉત્સાહિત છીએ
હાર્દિક પંડ્યાને ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે ૧૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. ગુજરાતે ડેબ્યૂ સીઝનથી જ હાર્દિકને કેપ્ટન્સી સોંપી હતી અને ઓલરાઉન્ડરે ટીમને પહેલી જ સીઝનમાં ચેમ્પિયન બનાવી હતી. આ પછી ૨૦૨૩માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાતની ટીમ રનર્સઅપ રહી હતી. હાર્દિક બાદ શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉ