સ્પોર્ટસ

ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો વિજય, 15 વર્ષ બાદ બાંગ્લાદેશમાં જીતી વન-ડે સીરિઝ

મિરપુરઃ એડમ મિલ્નેની ચાર વિકેટ અને વિલ યંગની 70 રનની મદદથી ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. મીરપુરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 172 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ન્યૂ ઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝ 2-0થી જીતી લીધી હતી. શ્રેણીની પ્રથમ વનડે મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. ન્યૂઝીલેન્ડે 15 વર્ષ બાદ બાંગ્લાદેશમાં વન-ડે સીરિઝ જીતી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ફિન એલન અને વિલ યંગે સારી શરૂઆત અપાવી હતી. ફિન એલન 28 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં ફોક્સક્રોફ્ટ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. જોકે વિલ યંગે 70 રન બનાવી ટીમને જીત અપાવી હતી. મેચના અંતમાં હેનરી નિકોલસે અણનમ 50 રન બનાવ્યા હતા.

અગાઉ બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે આઠ રન પર બંન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે નઝમુલ હુસેન શાંતોએ એક છેડો સાચવી રાખ્યો હતો અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બેટ્સમેન નઝમુલ હુસેન શાંતોએ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની ત્રીજી ODIમાં શાનદાર અડધી સદી (76) ફટકારી હતી. આજની મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા શાંતોની વનડે કારકિર્દીની આ 5મી અને ન્યૂ ઝીલેન્ડ સામેની પ્રથમ અડધી સદી છે. તેની ઇનિંગ્સ છતાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ 34.3 ઓવરમાં માત્ર 171 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી.

શાંતોએ 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે મુશફિકુર રહીમ સાથે 53 રનની ભાગીદારી કરી અને મહમુદુલ્લાહ સાથે 49 રનની ભાગીદારી પણ કરી હતી. શાંતો 84 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. શાંતો સિવાય મહેમુદુલ્લાહે 21 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશના છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

બાંગ્લાદેશની આખી ટીમ ફક્ત 34.3 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂ ઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે સિવાય ટ્રેટ બોલ્ડ અને મેન્કોઝીએ બે-બે વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત