
ચેન્નઇ: વર્લ્ડ કપ 2023માં આજે 13મી ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ આમને સામને આવશે. આ મેચ ચેન્નઇમાં યોજાનાર છે. પણ કદાચ આજે મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે આખો દિવસ આમ તો ચેન્નઇમાં આકાશ સાફ દેખાશે. પણ અહીં થોડા સમય માટે વરસાદ થઇ શકે છે. જોકે આ વરસાદની મેચ પર અસર થવાની સંભાવનાઓ ઓછી છે.
ચેન્નઇમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જ્યારે સાંજે તાપમાન 28 ડિગ્રી સુધી નીચે ઉતરી શકે છે. મેચ દરમીયાન આકાશમાં ક્યારેક વાદળોથી છાવેયલું હશે તો ક્યારેક ખૂલ્લુ આકાશ જોવા મળશે. આ બધાની વચ્ચે વરસાદની સંભાવનાઓ ઘણી ઓછી છે.
વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની આ ત્રીજી મેચ છે. ન્યૂઝીલેન્ડે તેની પહેલી બંને મેચ વન સાઇડેડ જીતી છે. જ્યારે બાંગ્લાદેશને તેમની પહેલી મેચમાં મોટી જીત મળી હતી. જ્યારે બીજી મેચમાં તેમની કારમી હાર થઇ હતી.
ન્યૂઝીલેન્ડે તેમની પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 82 બોલ બાકી હતાં ત્યારે 9 વિકેટથી હરાવ્યું હતું. અને પછી નીદરલેન્ડને પણ 99 રનથી હરાવ્યું હતું. તો બીજી બાજુ બાંગ્લાદેશે તેની પહેલી મેચમાં 92 બોલ બાકી હતાં ત્યારે 6 વિકેટે હારાવ્યું હતું. તો બીજી મેચમાં ઇગ્લેન્ડ સામે 137 રનથી બાંગ્લાદેશ હારી ગયું હતું.
ન્યૂજીલેન્ડ આજની મેચમાં તેમની જીતની હેટ્રીક બનાવવા જઇ રહી છે. તે છેલ્લાં બે વર્લ્ડ કપથી આવું જ પરફોર્મ કરી રહી છે. 2015 અને 2019ના વર્લ્ડ કપમાં પણ કીવીએ તેમની પહેલી ત્રણ મેચ જીતી હતી. જ્યારે ઇગ્લેન્ડથી હાર્યા બાદ બાંગ્લાદેશનો પ્રયત્ન આ મેચ જીતીને ફરી પાટા પર આવવાનો હશે.