સ્પોર્ટસ

રવિન્દ્ર જાડેજાએ ‘આ’ કારણોસર ઓસ્ટ્રેલિયન મીડિયાના જવાબ ન આપ્યા! નવો વીડિયો વાઈરલ

મેલબોર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ પહેલા ઓસ્ટ્રેલીયન મીડિયાએ ભારતીય ક્રિકેટરો પર આરોપો લગાવ્યા (Australian media accused Indian cricketers) છે. ઓસ્ટ્રેલીયન મીડિયાએ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પર લગાવેલા આરોપો બાદ વિવાદ ઉભો થયો છે, જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતેનો વધુ એક એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Ravindra Jadeja ની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી

હિન્દીમાં પૂછ્યા હતા સવાલો
ઓસ્ટ્રેલિયા સામે આવતા અઠવાડિયે શરૂ થનારી બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલા ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શનિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે મીડિયાને સંબોધન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ભારતીય પત્રકારો દ્વારા હિન્દીમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, ત્યાર બાદ તે રવાના થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા પર અંગ્રેજીમાં પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કરવાનો આરોપ મૂક્યો હતો, જેનાથી ભારે વિવાદ થયો હતો.

નવા વીડિયોમાં કરી સ્પષ્ટતા
હવે આ સમગ્ર ઘટનાનો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં, ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજરને ઓસ્ટ્રેલિયન પત્રકારો સાથે ઉગ્ર ચર્ચા કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ટીમની બસ રવાના થઇ રહી હોવાથી હોવાથી જાડેજા ઉતાવળમાં હતો. જો કે, ઓસ્ટ્રેલિયન પત્રકાર આ ઘટનાને “નિરાશાજનક” ગણાવી રહ્યા છે.

ન્યૂઝ ચેનલના આરોપ
ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે જાડેજાએ અંગ્રેજીમાં પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ઓસ્ટ્રેલિયન પત્રકારો માટે આ ક્ષોભજનક સ્થિતિ હતી. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય મીડિયા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ઉપરાંત ઘણા સ્થાનિક પત્રકારોને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ભારતીય પત્રકારનો ખુલાસો
MCGમાં હાજર રહેલા બે ભારતીય પત્રકારોમાંથી એકે પાછળથી સ્પષ્ટતા કરવી પડી હતી કે જાડેજા ઉતાવળમાં હોવાથી તમામ પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયન મીડિયા ‘ઓવર રિએક્ટ’ કરી રહ્યું છે. મીડિયાને અંગ્રેજીમાં સંબોધવું ફરજિયાત નથી. થોડા દિવસ પહેલા મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયાના એક પત્રકાર પર ગુસ્સે થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button