સ્પોર્ટસ

આઈસીસીનો નવો નિયમઃ બોલિંગ કરવામાં વિલંબ થશે તો…

દુબઇઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં એક કરતા અનેક અવનવા રેકોર્ડની સાથે અવનવા બનાવો બન્યા હતા, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમનો વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટ માટે નવા નિયમની જાહેરાત કરી છે. જોકે આ નવો નિયમ લાગુ પાડવામાં આવશે ત્યારે પણ અત્યારથી લોકોમાં ચિંતા ઊભી થઈ છે.

જો બોલિંગ કરનારી ટીમ 60 સેકન્ડની અંદર એટલે કે એક મિનિટમાં એક ઓવર પછી આગામી ઓવર માટે તૈયાર નહીં થાય તો ફિલ્ડિંગ કરનાર ટીમને દંડ કરવામાં આવશે. જો બોલિંગ ટીમ ઇનિંગ્સમાં એક મિનિટની અંદર ત્રણ વખત બીજી ઓવર નાખવામાં નિષ્ફળ જશે તો તેને પાંચ રનથી પેનલ્ટી આપવામાં આવશે.

હાલમાં તેને ટ્રાયલ તરીકે પુરુષ શ્રેણીમાં વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. ટ્રાયલ ડિસેમ્બર 2023થી ચાલુ થશે, જે એપ્રિલ, 2024 સુધી ચાલશે. આ નવા નિયમનું નામ હશે સ્ટોપ ક્લોક. આ નિયમ ગેમની ઝડપ વધારવા માટે લાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઓવરો વચ્ચેનો સમય ઓછો કરવા માટે સ્ટોપ ક્લોકનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

આ નવો નિયમ આઇસીસી દ્વારા ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 વચ્ચે પુરુષોની વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર બે ઓવર વચ્ચેનો સમય માપવા માટે ક્લોકનો ઉપયોગ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button