ટોપ ન્યૂઝસ્પોર્ટસ

નીરજે પેરિસમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી મેળવ્યું પહેલું સ્થાન…

પેરિસ ડાયમંડ લીગ 2025માં ભારતના જાણીતા એથલીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે 88.16 મીટરનો શાનદાર થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું છે, તેણે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. આ જીતથી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે, અને નીરજની આ સફળતા ભારતીય ખેલજગતમાં એક નવી ઉત્તેજના ફેલાવી છે.

નીરજનું શાનદાર પ્રદર્શન
નીરજે પોતાની ફસ્ટ ટ્રાયમાં 88.16 મીટરનો ભાલો થ્રો કરી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. બીજા પ્રયાસમાં તેમણે 85.10 મીટરનો થ્રો કર્યો હતો, પરંતુ ત્યારબાદના ત્રણ પ્રયાસ ફાઉલ થયું હતું. છેવટના છઠ્ઠા પ્રયાસમાં તેમણે 82.89 મીટરનો થ્રો ફેંક્યો. જર્મનીના જુલિયન વેબર, જેમણે અગાઉ નીરજને હરાવ્યો હતો, તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો 85.10 મીટરનો રહ્યો, જેથી તેને બીજું સ્થાન મળ્યું. ત્રીજું સ્થાન બ્રાઝિલના લુઈઝ મોરિશિયો ડા સિલ્વાએ 86.62 મીટરના થ્રો સાથે મેળવ્યું.

https://twitter.com/TheKhelIndia/status/1936159024807903349

પાછલી હારનો બદલો
આ લીગમાં નીરજ ચોપડાએ પાછળની બે લીગમાં મેળલી હારનો બદલો ચૂકવી દીધો હતો. 16 મેના રોજ દોહા ડાયમંડ લીગમાં વેબરે 91.06 મીટરનો થ્રો ફેંકીને નીરજ (90.23 મીટર)ને હરાવ્યો હતો. 23 મેના રોજ પોલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં પણ વેબરે 86.12 મીટર સામે નીરજના 84.14 મીટરથી વિજય મેળવ્યો હતો. પરંતુ પેરિસમાં નીરજે વેબરને પછાડીને પોતાની શક્તિ દર્શાવી.

આગામી મેચોની તૈયારી
પેરિસ ડાયમંડ લીગ પછી નીરજ 24 જૂનથી ચેક ગણરાજ્યના ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક એથલેટિક્સ મીટમાં ભાગ લેશે. ત્યારબાદ 5 જુલાઈએ બેંગલુરુમાં યોજાનારી ક્લાસિક ટૂર્નામેન્ટમાં તેમનો સામેલ થવાનો છે, જે પહેલા સૈન્ય તણાવને કારણે મોકૂફ રહી હતી. નીરજની આગામી મેચો પ્રત્યે દેશની અપેક્ષાઓ વધી ગઈ છે.

આપણ વાંચો : કોણ છે Golden Boy Neeraj Chopraની નવી નવેલી દુલ્હનિયા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button