Neeraj Chopraએ ફેડરેશન કપમાં જીત્યો Gold Medal | મુંબઈ સમાચાર

Neeraj Chopraએ ફેડરેશન કપમાં જીત્યો Gold Medal

ભુવનેશ્વરઃ ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)એ ધમાલ મચાવી છે. ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપના જેવલિન થ્રો (ભાલા ફેંક) ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા નિરજ ચોપરાએ ફાઈનલ ઈવેન્ટમાં 82.87 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો છે.

આ ટૂર્નામેન્ટમાં જેવલિન થ્રો ઈવેન્ટ સિવાય નીરજ સિવાય કિશોર જેના અને ડીપી મનુએ નસીબ અજમાવ્યું હતું. મનુએ 82.06 મીટર દૂર ભાલો ફેંકીને બીજા નંબરે રહ્યો હતો. તેને સિલ્વર મેડલ પોતાના નામે અંકે કર્યો હતો.

નીરજ ચોપરા અને કિશોર જેના પહેલા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. આ કારણે ડાયરેક્ટ ફાઈનલ્સમાં સ્થાન મળ્યું હતું. નીરજ અને મનુ પછી ઉત્તમ પાટિલ ત્રીજા ક્રમે રહ્યો છે, જેને 78.39 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ડાયમંડ લીગ રમીને નીરજ ચોપરાએ ધમાલ કરી હતી. નીરજે તાજેતરમાં દોહા ડાયમંડ લીગ રમ્યો હતો, જેમાં બીજા ક્રમે રહ્યો હતો. આ લીગમાં નીરજ પોતાના છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટર દૂર ભાલાનો થ્રો કર્યો હતો.

નીરજે પોતાના છઠ્ઠા પ્રયાસમાં 88.36 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જે એનો બેસ્ટ થ્રો હતો. દરમિયાન ચેક રિપબ્લિકની જેકબ વાડલેચ (88.38 મીટર) પહેલા અને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) ત્રીજા સ્થાને રહ્યો છે.

Back to top button