નીરજ ચોપડા બે વાર વિશ્વવિજેતા બનેલા ઍન્ડરસનથી પણ ચડિયાતો, રજત ચંદ્રક જીતી લીધો

કોર્ઝોવ (પોલૅન્ડ): ભાલાફેંકમાં ભારતનો નંબર-વન ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શુક્રવારે અહીં એક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
જોકે થોડા જ દિવસ પહેલાં કારકિર્દીમાં પહેલી જ વખત 90 મીટરનું વિઘ્ન પાર કરનાર નીરજનો અહીં પર્ફોર્મન્સ નબળો હતો, પરંતુ અહીંની સ્પર્ધામાં તેણે 84.14 મીટર (84.14 M)ના પોતાના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ગે્રનાડાના ઍન્ડરસન પીટર્સે 83.24 મીટરના બેસ્ટ થ્રો સાથે નીરજ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને બ્રૉન્ઝ જીતી લીધો હતો.
આપણ વાંચો: વડા પ્રધાન મોદીએ નીરજ ચોપડાને અભિનંદન આપતા કહ્યું કે…
યાનુઝ કુસૉસિન્કી મેમોરિયલ (JANUSZ KUSOCINSKI MEMORIAL) સ્પર્ધામાં જર્મનીનો જુલિયન વેબર 86.12 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ 84.14નો બેસ્ટ થ્રો છેક છઠ્ઠા અને છેલ્લા રાઉન્ડમાં કરી શક્યો હતો.
16મી મેએ દોહાની ડાયમંડ લીગમાં નીરજે પહેલી વખત 90 મીટરનું જે વિઘ્ન પાર કર્યું હતું ત્યારે વેબર જ તેને નડ્યો હતો, કારણકે વેબરે ત્યારે સર્વોચ્ચ થ્રો સાથે નીરજને બીજા નંબર પર રાખી દીધો હતો અને ઍન્ડરસન ત્રીજા સ્થાને હતો.
અહીં કોર્ઝોવમાં એ ત્રણ ક્રમાંકનું પુનરાવર્તન થયું હતું. વેબર ગોલ્ડ, નીરજ સિલ્વર અને ઍન્ડરસન બ્રૉન્ઝ જીત્યો.