Neeraj Chopra National Athleteમાંથી બન્યો National Crush…
પેરિસ ઓલમ્પિક-20124માં ભારતના ફેમસ એથલિટ નિરજ ચોપ્રા (Neeraj Chopra)એ પોતાનો જાદુ ચલાવીને નિરજે ક્વોલિફાય કરી લીધું છે. હવે જો તે ફાઈનલમાં ગોલ્ડ પર ભાલો ફેંકવામાં સફળ થશે તો તે એક મેડલ જ નહીં જિતે પરંતુ એક ઈતિહાસ પણ રચી દેશે. પોતાની ગેમની સાથે સાથે નિરજ સ્ટાઈલ અને ફેશનના મામલામાં પણ એકદમ અવ્વલ છે.
નિરજની ફેન ફોલોઈંગ પણ ધીરે ધીરે વધી રહી છે અને એમાં પણ ખાસ કરીને નિરજની ફિમેલ ફેન ફોલોઈંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે નિરજ નેશનલ એથલિટ જ નહીં પણ નેશનલ ક્રશ પણ બની ગયો છે.
પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નિરજની સ્ટાઈલ અને ફેશનથી પ્રભાવિક થઈને યુવતીઓ તેના પર ફિદા થઈ ગઈ છે.
નિરજના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તે અવાર નવાર અલગ અલગ આઉટફિટ્સમાં પોતાના ફોટો શેર કરતો જોવા મળે છે અને આ સ્ટાઈલિશ અવતાર જ ફિમેલ ફેન્સના દિલ જિતી રહ્યો છે. કમેન્ટ સેક્શનમાં પણ ફિમેલ ફેન્સ નિરજ પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.
આ પણ વાંચો : નીરજ ચોપડાનો સપાટો, પહેલા જ પ્રયાસમાં ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો
નિરજના ઈન્સ્ટાગ્રામ પર તેના સ્પોર્ટી લૂકથી લઈને સ્ટાઈલિશ તેમ જ દેસી લૂકના ફોટો જોવા મળી રહ્યા છે. આ તમામ ફોટોમાં નિરજ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. હવે જો આટલો હેન્ડસમ એથલિટ હોય તો કોઈ યુવતી કઈ રીતે એના પ્રેમમાં ના પડે? ઓલમ્પિકમાં નિરજ ગોલ્ડ મેડલ પર નિશાનો સાધે એ પહેલાં જ તેણે અહીં કરોડો યુવતીઓના દિલ જિતી લીધા છે, એવું કહીએ તો તેમાં કંઈ ખોટું નહીં ગણાય..