સ્પોર્ટસ

નીરજ ચોપડાની સ્પર્ધા મુલતવી

નવી દિલ્હીઃ આગામી 24મી મેથી બેંગલૂરુમાં ભાલાફેંક (javelin)ના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડા (NEERAJ Chopra)ના નામની નીરજ ચોપડા ક્લાસિક’ નામની ભાલાફેંકની સ્પર્ધા યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સાથેના જંગને પગલે આ સ્પર્ધા અચોક્કસ મુદત માટે મોકૂફ રખાઈ છે. ખુદ નીરજ ચોપડા ભારતીય લશ્કરમાં સુબેદારની પદવી ધરાવે છે. તેણે કહ્યું હતું કેહાલના તબક્કે માત્ર આપણા સશસ્ત્ર દળો સરહદ પર લડી રહ્યા છે એ જ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમને મારો પૂરો સપોર્ટ છે.

નીરજે એવું પણ કહ્યું હતું કે `ઍથ્લીટો તેમ જ આ સ્પર્ધા સાથે સંકળાયેલા તમામ લોકોની સલામતી ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.’આ સ્પર્ધા (NCC)માં ઘણા વિદેશી ઍથ્લીટો ભાગ લેવાના હતા. અગાઉ પાકિસ્તાનના ચૅમ્પિયન અર્શદ નદીમને પણ આમંત્રણ અપાયું હતું, પરંતુ પહલગામ પરના આતંકી હુમલાને પગલે તેણે ડરીને ભારત આવવાનું ટાળવાનું નક્કી કર્યું અને સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

આપણ વાંચો : નીરજ ચોપડાએ ભાલાફેંકના પાકિસ્તાની મિત્ર નદીમને આપેલા આમંત્રણ પર શું વિવાદ શરૂ થયો છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button