સ્પોર્ટસ

‘ભગવાન મારી એક ઈચ્છા પૂરી કરે તો…’ વિરાટ માટે સિદ્ધુએ કરી આવી પોસ્ટ, ચાહકો ભાવુક થઈ ગયા!

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યો છે, વન ડે ક્રિકેટમાં હાલ વિરાટ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં હાલ ભારતીય ટીમના નબળા પ્રદર્શનને જોતા ચાહકો ઈચ્છી રહ્યા છે કે વિરાટ નિવૃત્તિ પાછી ખેંચીને થોડા વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમે. એવામાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે, જેનું કેપ્શન વાંચીન વિરાટના ચાહકો ભાવુક થઈ રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની બેટિંગનો એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેમણે લખ્યું, “જો ભગવાન મારી એક ઈચ્છા પૂરી કરવાનું કહે તો, હું ઈચ્છીશ કે કોહલી નિવૃત્તિ પાછી ખેંચે અને તે ટેસ્ટ ક્રિકેટ રમે…. બીજી કોઈ વસ્તુ 1.5 અબજ લોકોના આ દેશને આનાથી વધુ આનંદ અને ઉલ્લાસ ન આપી શકે! તેની ફિટનેસ વીસ વર્ષના છોકરા જેવી છે – તે પોતે 24 કેરેટ સોનું છે.”

ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિ:
નોંધનીય છે કે છે કે ટેસ્ટ ક્રિકેટ વિરાટનું પ્રિય ફોર્મેટ માનવામાં આવે છે, આ વર્ષે ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જેને કારણે તે ચાહકોને આઘાત લાગ્યો હતો.
અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ વિરાટ પર નિવૃત્તિ માટે દબાણ બધી રહ્યું હતું.

વિરાટે ભારત તરફથી 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 46.85ની એવરેજથી 9,230 રના બનાવ્યા, જેમાં તેણે 30 સદી અને 31 ફિફ્ટી ફટકારી હતી. તેનો હાઈએસ્ટ સ્કોર 254 રહ્યો હતો.

ODI ફોર્મેટમાં શાનદાર ફોર્મ:
વિરાટ હાલ ODI ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં વિરાટે બે સદી અને એક ફિફ્ટી સાથે 302 રન બનાવ્યા હતાં. હાલ ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીની બે મેચમાં પણ તેણે એક સદી સાથે 200 થી વધુ રન બનાવ્યા.

હવે વિરાટ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં રમતો જોવા મળશે.

આપણ વાંચો:  પાકિસ્તાની કબડ્ડી ખેલાડીએ ભારતીય તિરંગો ખભે ઓઢ્યો એટલે તેના ફેડરેશને લીધું આ આકરું પગલું…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button