સ્પોર્ટસ

National Games: ઓલિમ્પિક એસોસિયેશને ખેલાડીઓની સુરક્ષા માટે શરૂ કરી હેલ્પલાઇન

દેહરાદૂન: ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)એ આવતીકાલથી શરૂ થઇ રહેલી નેશનલ ગેમ્સ દરમિયાન ઉત્પીડન, દુર્વ્યવહાર અને અન્ય પ્રકારની હિંસાને રોકવા માટે સ્થાનિક આયોજન સમિતિના સહયોગથી એક હેલ્પલાઇન શરૂ કરી હતી. ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવશે. આ 14 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.

આઇઓએએ એક નિવેદનમાં કહ્યું હતું કે “ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રાષ્ટ્રીય રમત આયોજન સમિતિએ સુરક્ષા અને કલ્યાણને પ્રોત્સાહન આપવા તેમ જ રાષ્ટ્રીય રમતો 2025 દરમિયાન પ્રતિકૂળ ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરી છે.”

આઇઓએ પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે, “આ હેલ્પલાઇન ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ રમતગમતમાં ઉત્પીડન, દુર્વ્યવહાર અને હિંસાના અન્ય સ્વરૂપોને રોકવા માટેની અમારી પહેલનો એક ભાગ છે. અમે એક સુરક્ષા સમિતિની પણ રચના કરી છે જે કોઈપણ પ્રકારની ફરિયાદની તપાસ કરશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત

અહીં એ જણાવવાનું કે ઉત્તરાખંડમાં આવતીકાલથી 38મી નેશનલ ગેમ્સ શરુ થશે. અહીંની ગેમ્સમાં 9545 ખેલાડી ભાગ લેશે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે. ઉત્તરાખંડના ઇતિહાસમાં પહેલી વખત નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દરેક બાબત પર સૌની નજર ટકેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button