Nathan Lyonને WTCના ફાઇનલની ફોર્મેટમાં મોટા ફેરફારોની માંગ કરી, રોહિતને ટેકો આપ્યો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલની તારીખ અને સ્થળ અંગે જાહેરાત કરી દીધી છે, WTCની ફાઈનલ મેચ આવતા વર્ષે 11 થી 15 જૂન સુધી લંડનના લોર્ડ્સ સ્ટેડીયમ(Lord’s Cricket stadium) માં રમાશે. ICCની જાહેરાત બાદ હવે WTCના ફાઈનલના ફોર્મેટ પર ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને(Nathan Lyon) સવાલ ઉઠાવ્યા છે. લિયોને WTC માટે એક ફાઈનલ મેચને બદલે ત્રણ મેચની સિરીઝ યોજવાનું સૂચન કર્યું છે.
અગાઉ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC સમક્ષ ત્રણ મેચની સિરીઝ યોજવા સુચન કર્યું હતું, નાથન લિયોને રોહિતના નિવેદનને સમર્થન આપ્યું છે.
નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના એક એડીશન માટે, ટોચની નવ ટેસ્ટ ટીમો બે વર્ષ સુધી એક બીજા સામે ટેસ્ટ મેચ રમે છે, આ મેચોમાં પોઈન્ટ્સ મેળવીને ટોચ પર રહેનારી બે ટીમ WTCના ફાઈનલ મેચમાં રમે છે. આ બે વર્ષ ચાલતી ચેમ્પિયનશિપના વિજેતા નક્કી કરવા માટે માત્ર એક ફાઈનલ યોજવા અંગે અગાઉ સવાલો ઉઠી ચુક્યા છે.
લિયોને ICC સાથે વાત કરતા કહ્યું કે સંભવિત રીતે એક મેચ ઈંગ્લેન્ડમાં, એક ભારતમાં અને એક ઓસ્ટ્રેલિયામાં WTC ફાઈનલ તરીકે રમાઈ શકે છે. ત્રણેય જગ્યાએ સંજોગો અલગ-અલગ છે, પરંતુ દેખીતી રીતે, સમય સાથે ઘણું બદલાઈ છે.
લિયોને વધુમાં કહ્યું કે તેના માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એક વર્લ્ડ કપ જેવી છે. જ્યારે તમે 2 વર્ષ માટે શ્રેષ્ઠ ખેલાડીઓ સામે મેચ રમો છો, ત્યારે તમારે દરેક સ્તરે પ્રદર્શન કરવું પડે છે.
Also Read –