હાર્દિક સાથે વણસેલા સંબંધો વચ્ચે નતાશાનું રિએક્શન વાઈરલ, કુણાલ પંડ્યા સાથે શું છે કનેક્શન?
હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાએ હાર્દિક માટે એક પોસ્ટ લખી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. હાર્દિક પંડ્યા માટે કુણાલ પંડ્યાએ લખ્યું હતું કે લવ યુ બ્રધર અને તું દરેક ખુશી માટે હકદાર છે, જેના પર હાર્દિકની વાઈફ નતાશા સ્ટેનકોવિકે પણ પ્રતિક્રિયા આપી હતી.
કુણાલ પંડ્યાએ હાર્દિક પંડ્યા માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ભાઈ હાર્દિક પંડ્યા માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. આ પોસ્ટ અત્યારે ચર્ચામાં છે, કારણ કે આ પોસ્ટ પર નતાાશાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો: અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!
કુણાલ પંડ્યાની ઈમોનશલ પોસ્ટ પર નતાશાએ પ્રતિક્રિયા આપતા લોકોનું વિશેષ ધ્યાન ખેંચાયું હતું, કારણ કે છેલ્લા છ મહિનાથી બંને વચ્ચેના સંબંધોમાં અનેક અટકળો વ્યક્ત કરવામાં આવી છે, તેથી કુણાલ પંડ્યાની પોસ્ટને નતાશાએ લાઈક કરતા તેનું રિએક્શન લાઈમલાઈટમાં આવ્યું છે.
કુણાલ પંડ્યાએ હાર્દિક પંડ્યાના સંઘર્ષ અને તેની સિદ્ધિઓ અંગે ઈમોશનલ પોસ્ટ લખી હતી, જેમાં હાર્દિકની બાળપણની તસવીર શેર કરી હતી, ત્યારબાદ આ પોસ્ટને અનેક સેલિબ્રિટીઝ સહિત નતાશાએ લાઈક આપી હતી.
અહીં એ જણાવવાનું કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચેના સંબંધો વણસેલા હોવાનું કહેવાય છે. એટલે સુધી કે બંને વચ્ચેના છૂટાછેડા થવાની વાતને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. હવે હાર્દિક પંડ્યા માટે કુણાલ પંડ્યાએ પોસ્ટમાં લખ્યું છે કે હાર્દિક અને મને કિકેટ રમતા લગભગ એક દાયકો થઈ ગયો, જેમાં છેલ્લા કેટલાક દિવસો અમારા માટે મુશ્કેલ રહ્યા હતા.
તેમાંય વળી જ્યારે ભારતીય ટીમ જીતી ગઈ ત્યારે દરેક દેશવાસીઓની માફક મેં પણ તેની ઉજવણી કરી હતી. તમારી દુઆઓ ભારતને ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ઐતિહાસિક જીતને યાદગાર બનાવી હતી.
કુણાલે હાર્દિકના સંઘર્ષો વિશે લખ્યું હતું બુઈંગથી લઈને વિના કારણ લોકોએ ટીકા કરવાની બાબત પણ મારા ભાઈએ સહન કરી અને આખરે સૌકોઈ એને ભૂલી ગયા. આખરે તેઓ પણ માણસ છે અને તેમની પણ અમુક ભાવનાઓ હોઈ શકે છે.