વુશુની રમતમાં નમ્રતા બત્રાએ ભારત માટે રચ્યો ઇતિહાસ | મુંબઈ સમાચાર

વુશુની રમતમાં નમ્રતા બત્રાએ ભારત માટે રચ્યો ઇતિહાસ

ચેન્ગ્ડુ (ચીન): વિશ્વવિખ્યાત વુશુની રમત (ચીની માર્શલ આર્ટ)માં નમ્રતા બત્રાએ ભારત માટે નવો ઇતિહાસ (History) રચ્યો છે. તે આ રમતની વિશ્વ સ્પર્ધામાં મેડલ જીતનારી ભારતની પ્રથમ વુશુ (Wushu) પ્લેયર બની છે. તેણે મંગળવારે વર્લ્ડ ગેમ્સમાં બીજા નંબર પર રહીને સિલ્વર જીતી લીધો હતો.

નમ્રતાએ ફાઇનલ (Final)માં પહોંચીને જ ઇતિહાસ રચ્યો હતો, કારણકે આ પહેલાં વુશુની રમતની બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ પોતાને નામ કરનારી તે પહેલી ભારતીય બની હતી.

મંગળવારે સૅન્ડા બાવન કિલો વર્ગની ફાઇનલમાં નમ્રતાનો ચીનની મેન્ગ્યૂઇ ચેન સામે 0-2થી હારી ગઈ હતી. ચેનને સુવર્ણ ચંદ્રક અને નમ્રતાને રજત ચંદ્રક અપાયો હતો.

સેમિ ફાઇનલમાં નમ્રતા બત્રાએ ફિલિપીન્સની ક્રિઝાન ફેઇથ કૉલાડોને 2-0થી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

એ પહેલાં, તીરંદાજીમાં પુરુષોના વર્ગમાં રિષભ યાદવ વર્લ્ડ ગેમ્સમાં વ્યક્તિગત મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે મેન્સ કમ્પાઉન્ડ આર્ચરી ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીતી લીધો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button