આમચી મુંબઈસ્પોર્ટસ

Ranji Trophyમાં મુંબઈની કમાલ: 42મી વખત બન્યું Champion

મુંબઈએ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલમાં પાંચમા દિવસે વિદર્ભને 169 રનથી હરાવી 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. રણજી ટ્રોફીની ફાઇનલ 2024 માં હરાવીને આજે મુંબઈની ટીમ 42મી વાર ચેમ્પિયન બની છે તેણે આઠ વર્ષનો દુકાળ ખતમ કર્યો છે આ પહેલા 2015-16 માં મુંબઈની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે તેઓએ ફાઇનલમાં સૌરાષ્ટ્રને હરાવ્યું હતું. મુંબઈની ટીમ 48મી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે જ્યારે વિદર્ભની ટીમ ત્રણ વાર ફાઇનલમાં પહોંચી છે.

પહેલી ઇનિંગમાં 105 રને ઓલઆઉટ થઇ જનારી વિદર્ભની ટીમે બીજી ઇનિંગમાં તેના લડાયક મિજાજનો પરચો આપ્યો હતો. મુંબઇના 538 રનના જવાબમાં વિદર્ભની ટીમે કેપ્ટન અક્ષય વાડેકરની સેન્ચુરી ઉપરાંત કરૂણ નાયર અને હર્ષ દુબેની હાફ સેન્ચુરીની મદદથી મેચને રોમાંચક બનાવી દીધી હતી. મેચના પાંચમા દિવસની રમતમાં વિદર્ભને 290 રન કરવાની જરૂર હતી.


પહેલા સેશનમાં અક્ષય વાડેકર અને હર્ષ દુબેએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને એક પણ વિકેટ પડવા દીધી નહોતી. એ જોઇને એક સમયે તો એવું લાગવા માંડ્યું હતું કે આ મેચનું પલડું કોઇ પણ ટીમ તરફ ઢળી શકે છે પણ… લંચ બ્રેક બાદ અક્ષય વાડેકરની વિકેટ પડી અને વિદર્ભનું રણજી ટ્રોફી જીતવાનું સપનું પણ ચકનાચુર થઇ ગયું . તેની વિકેટ બાદ એક પછી એક ખેલાડીઓ આઉટ થતા ગયા અને આખી ટીમ આખરે 368 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. મુંબઇએ આ મેચ 169 રનથી જીતી લીધી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત રણજી ટ્રોફી એ વાર્ષિક સ્પર્ધા છે. એ ભારતની પ્રીમિયર ડોમેસ્ટિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ચેમ્પિયનશિપ છે જે 38 ટીમો દ્વારા રમાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button