સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં મુંબઈ સામે પુડુચેરી ફૉલો-ઑન પછી પણ 267 રન પાછળ…

મુંબઈઃ ચાર-દિવસીય રણજી (Ranji) ટ્રોફી મુકાબલામાં મંગળવારે વાનખેડેમાં મંગળવારની ત્રીજા દિવસની રમતને અંતે ગ્રૂપ-ડીમાં મુંબઈએ પુડુચેરી સામે જ્વલંત વિજય મેળવવાની તૈયારી કરી લીધી હતી.

પુડુચેરી (puducherry) ની ટીમ પ્રથમ દાવમાં 132 રનમાં આઉટ થઈ ગયા બાદ બીજા દાવમાં એણે 231 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને મુંબઈની ટીમ પ્રથમ દાવના તોતિંગ સ્કોર (5/630 ડિક્લેર્ડ)ને કારણે હજી 267 રનથી આગળ હતી.

પહેલા દાવમાં શાર્દુલે ત્રણ અને કોટિયને પણ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં શમ્સ મુલાની બે વિકેટ લઈ ચૂક્યો હતો.

અન્ય ટીમોના સ્કોરઃ (1) રાજકોટમાં ચાર દિવસના મુકાબલામાં સૌરાષ્ટ્ર (7/585 ડિક્લેર્ડ) સામે ગોવા 358 રન તથા ફૉલો-ઑન બાદ 2/77. (2) નાગપુરમાં વિદર્ભ સામે બરોડાને 276 રનના લક્ષ્યાંક સામે 5/73ના સ્કોર બાદ જીતવા હજી 203 રનની જરૂર. (3) ન્યૂ ચંડીગઢમાં પંજાબ સામે મહારાષ્ટ્રનો એક દાવ અને 92 રનથી વિજય. (4) દેહરાદૂનમાં ગુજરાત સામે ઉત્તરાખંડને 344 રનના લક્ષ્યાંક સામે 0/43 બદલ હજી 301 રનની જરૂર. (5) જમ્મુમાં જમ્મુ-કાશ્મીર સામે હૈદરાબાદ 472 રનના લક્ષ્યાંક સામે 7/169.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button