તનતોડ મહેનત કરતા ટૅલન્ટેડ ક્રિકેટરો પરથી મેં પ્રેરણા લીધી હતીઃ બૉલ્ટ…

મુંબઈઃ વિશ્વના ફાસ્ટેસ્ટ દોડવીર ઉસેન બૉલ્ટે ફાસ્ટ બોલર બનવાનું નાનપણમાં સપનું સેવ્યું હતું, પરંતુ તે સમય જતાં રનર બની ગયો એ આપણે સૌ કોઈ ઘણા સમયથી જાણીએ છીએ.
જોકે તેણે નાનપણમાં અને પછી યુવાન વયે ક્રિકેટરો (Cricketers) પરથી કેવી રીતે પ્રેરણા લીધી એ વિશે બહુ ઓછી ખબર છે અને એ વાત ખુદ બૉલ્ટે (Bolt) શુક્રવારે મુંબઈની મુલાકાત દરમ્યાન જૂહુના જમનાબાઈ નરસી કૅમ્પસમાં જણાવ્યું હતું.

જમૈકાનો મહાન રનર બૉલ્ટ મુંબઈની ટૂંકી મુલાકાતે આવ્યો છે અને તેણે કહ્યું, ` હું નાનપણથી જ ક્રિકેટનો ડાઈ-હાર્ડ ફૅન છું. હું ક્રિકેટ જોઈને જ મોટો થયો છું. મેં કંઈ કેટલાયે ટૅલન્ટેડ ક્રિકેટરોને રમતા જોયા હતા.
તેઓ જે રીતે રમતા અને ટૅલન્ટની સાથે મહેનત (Hard work)થી જે રીતે કરીઅરને આગળ ધપાવતાં હતા એ જોઈને મને ખૂબ પ્રેરણા મળી હતી. મેં નાનપણથી જ નક્કી કર્યું કે મારે પણ તેમની જેમ ખૂબ મહેનત કરવી અને વિશ્વમાં બેસ્ટ બનીને રહેવું.’
જમૈકાએ ક્રિકેટ જગતને આપેલા મહાન ક્રિકેટરોમાં માઇકલ હોલ્ડિંગ, કોર્ટની વૉલ્શ, ક્રિસ ગેઇલ અને જેફ દુજોંનો સમાવેશ છે. બૉલ્ટ 100 મીટરની દોડમાં 9.58 સેક્નડનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.
બૉલ્ટે ફાયરસાઇડ ચૅટ’ દરમ્યાન ભારપૂર્વક કહ્યું હતું કે હું હંમેશાં તનતોડ મહેનતનો જ આગ્રહ રાખું છું અને યુવા વર્ગને હાર્ડ વર્ક કરવાની જ સલાહ આપું છું. ઈજા થઈ હોય કે સમય કઠિન હોય, કરીઅરમાં આગળ વધવા માટે સમર્પણની ભાવના હોવી ખૂબ જરૂરી છે.’
આ પણ વાંચો…વિશ્વના ફાસ્ટેસ્ટ રનર બૉલ્ટને હવે દાદર ચઢતી વખતે શ્વાસ ચડે છે!