સ્પોર્ટસ

રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું મુંબઇ, સેમિફાઇનલમાં તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હરાવ્યું

મુંબઇ: અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમે રણજી ટ્રોફી 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઈનલ મેચમાં મુંબઇની ટીમે તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હાર આપી હતી. મુંબઈની જીતમાં સૌથી મોટી ભૂમિકા શાર્દુલ ઠાકુરના ઓલરાઉન્ડર પ્રદર્શનની હતી જેણે સદી ફટકારી હતી અને બંને ઇનિંગ્સમાં ચાર વિકેટ પણ લીધી હતી. શાર્દુલને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
આ મેચમાં તમિલનાડુની ટીમે પ્રથમ દાવમાં 146 રન કર્યા હતા અને ત્યાર બાદ પ્રથમ દાવમાં મુંબઈની ટીમે શાર્દુલ ઠાકુરની સદી તેમ જ મુશીર શાન અને તનુષ કોટિયનની અડધી સદીની મદદથી 378 રન કર્યા હતા અને 232 રનની મોટી લીડ મેળવી હતી. આ પછી બીજી ઈનિંગમાં તમિલનાડુની બેટિગ ફરી એક વાર નિષ્ફળ રહી હતી અને ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈનો એક દાવ અને 70 રને વિજય થયો હતો. મુંબઈની ટીમ 48મી વખત રણજી ફાઇનલમાં પહોંચી છે અને આ ટીમ 41 વખત ચેમ્પિયન બની છે.
આ મેચમાં મુંબઈની ટીમની જીતનો હીરો શાર્દુલ ઠાકુર હતો, જેણે પહેલી ઈનિંગમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ટીમ માટે શાનદાર સદી ફટકારી હતી અને ટીમને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને 104 બોલમાં 4 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 109 રનની શાનદાર ઈનિંગ રમી હતી.પ્રથમ દાવમાં તેણે બે વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં પણ તેણે બે વિકેટ ઝડપી હતી.
પ્રથમ દાવમાં મુશીર ખાને પણ મુંબઈ માટે અડધી સદી ફટકારી હતી જ્યારે નીચલા ક્રમના બેટ્સમેન તનુષ કોટિયાને પણ શાનદાર ઇનિંગ રમી હતી, તેણે 126 બોલમાં 12 ચોગ્ગાની મદદથી અણનમ 89 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં તમિલનાડુ તરફથી બાબા ઈન્દ્રજીતે 70 રનની ઈનિંગ રમી હતી જ્યારે વિજય શંકરે 24 રન અને પ્રદોષ પોલે 25 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન સાઈ કિશોરે બીજી ઈનિંગમાં 21 રનની ઈનિંગ રમી હતી. સાઈ કિશોરે આ મેચમાં પોતાની ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી અને મુંબઈ સામે પ્રથમ દાવમાં છ વિકેટ પણ લીધી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button