સ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર, આ સ્પિનર IPL 2025 માંથી બહાર…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું શિડયુલ્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ દિગ્ગજ ખેલાડીઓ IPLમાં રમતા જોવા મળશે. એવામાં પાંચ વારની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ(MI)માં મોટો ફેરફાર થયો છે. અફઘાનિસ્તાનો મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફર (Allah Ghazanfar) ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ નહીં રમી શકે. ગઝનફરના બદલે MIએ અફઘાનિસ્તાનના ઓફ સ્પિનર મુજીબ ઉર રહેમાન(Mujeeb Ur Rahman) ને ટીમમાં સામેલ કર્યો છે.

Also read : રોહિત દુબઈ પહોંચ્યો, પણ તેના પૉસ્ટર પાકિસ્તાનમાં ચમકી રહ્યા છે!

રહેમાનનું પ્રદર્શન:

The Economics Times

મુજીબ ઉર રહેમાન અફઘાનિસ્તાનની નેશનલ ટીમમાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડીઓમાંનો એક છે. તેણે માત્ર 17 વર્ષની ઉંમરે IPLમાં પ્રવેશ કર્યો હતો. મુજીબે કુલ મળીને ૩૦૦ થી વધુ T20 મેચ રમી છે અને લગભગ 6.5 ની ઇકોનોમીથી 330 વિકેટ લીધી છે. મુજીબ ઉર રહેમાનને IPLમાં 19 મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.

મુજીબ ઉર રહેમાનને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં 2 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો છે. IPL 2025 મેગા ઓક્શનમાં મુજીબ વેચાયો ન હતો. રિપ્લેસમેન્ટ તરીકે તેને 2 કરોડ રૂપિયા મળ્યા છે.

અફઘાન ખેલાડીઓની માંગ:
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, જેના કરને IPLમાં અફઘાન ખેલાડીઓની ખૂબ માંગ છે. અલ્લાહ ગઝનફરને મુંબઈ ઇન્ડિયન્સે લગભગ 3.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Also read : મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા

બુમરાહનું શું થશે?
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સને પહેલેથી જ મુશેકલીમાં છે, ટીમનો મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ પણ ઈજાગ્રસ્ત છે અને રિકવર થઈ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ બુમરાહ IPLમાંથી પણ બહાર થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button