મુંબઇ ઇન્ડિયન્સે 8 ખેલાડીને કર્યાં ટીમની બહાર, રોહિત શર્મા કરશે કેપ્ટનશિપ

મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 પહેલા રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ 2024માં પણ રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરશે. ટીમે કુલ 7 ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે, જેમાં સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચરનો પણ સમાવેશ થાય છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની આ યાદીએ હાર્દિક પંડ્યાની વાપસીના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બીજી બાજુ ગુજરાત ટાઈટન્સે પણ હાર્દિક પંડ્યાને રિટેન કર્યો હોવાની જાહેરાત કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી સીઝન સારી રહી હતી. જોકે ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. મુંબઈએ ચોથા નંબર પર રહીને ક્વોલિફાય કર્યું હતું, ત્યારબાદ તેણે એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ક્વોલિફાયર-2માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સના રિટેન ખેલાડીઓ
રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમરૂન ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરેનડોર્ફ , રોમારિયો શેફર્ડો.
મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કરેલા ખેલાડીઓ
અરશદ ખાન, રમણદીપ સિંહ, રિતિક શૌકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડુઆન જાનસનનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સે 2020માં તેનું પાંચમું અને છેલ્લું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ પછી ટીમ ચેમ્પિયન ન બની શકી. 2020ની ટૂર્નામેન્ટમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.