Viral Video: Mukesh Ambani ને પોતાની જગ્યા પરથી ઉઠવા માટે મજબૂર કર્યા આ તોફાની બેટ્સમેને…

મુંબઈગરાઓ માટે રવિવારનો દિવસ એમ પણ ખાસ હોય છે કારણ કે આ દિવસે અઠવાડિયા બાદ ઓફિસમાંથી રજા મળે છે અને ગઈકાલના રવિવારને મુંબઈગરા માટે જ નહીં પણ દેશભરના લોકો માટે વધારે ખાસ બનાવ્યો હતો ઈન્ડિયન ક્રિકેટર અભિષેક શર્માએ. અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તોફાની બેટિંગ કરીને સોશિયલ મીડિયા પર અભિષેક છવાઈ ગયો હતો, પરંતુ એની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ વાઈરલ થઈ રહ્યા છે.
Also read : નવા વિક્રમો બન્યા, ભારત 4-1થી સીરિઝ જીત્યું: અભિષેક બચ્ચને માણી અભિષેક શર્માની આતશબાજી
જે રીતે મુકેશ અંબાણી અભિષેક શર્માને વધાવી રહ્યા છે એ જોઈને નેટિઝન્સના દિલ બાગ બાગ થઈ ગયા હતા. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું મુકેશ અંબાણીએ- સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનો આ વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે જેવો અભિષેશ પોતાની હાફ સેન્કચ્યુરી પૂરી કરે છે તો કેમેરા સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો તરફ વળે છે. આ જ સ્ટેન્ડમાં મુકેશ અંબાણી પણ બેઠા હતા. મુકેશ અંબાણી પણ અભિષેકની આ તોફાની બેટિંગ જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.
અભિષેક શર્માએ સેન્કચ્યુરી પૂરી કરી ત્યારે પણ મુકેશ અંબાણી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ઈન્ડિયન ક્રિકેટર અભિષેક શર્માએ પોતાના શાનદાર પ્રદર્શનથી મુકેશ અંબાણીને પણ પોતાની જગ્યા પરથી ઊભા થવા માટે મજબૂર કરી દીધા હતા. અભિષેકે 17 બોલમાં જ 50 રન બનાવ્યા હતા અને 37 બોલમાં તો તેણે પોતાની સેન્કચ્યુરી પૂરી કરી દીધી હતી. 54 બોલમાં અભિષેકે 135 રન બનાવ્યા હતા.
Also read : ભારતને બૅક-ટુ-બૅક ચૅમ્પિયન બનાવવામાં તૃષા, વૈષ્ણવી, આયુષી અને કમલિનીના સૌથી મોટા યોગદાન
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલની આ મેચ જોવા માટે અનેક મહાનુભવો પહોંચ્યા હતા જેમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાન એમપી તેમ જ ભારતના જમાઈ રિષી સૂનક, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ હાજર રહ્યા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…