સ્પોર્ટસ

એમએસ ધોનીના ધુરંધરે લગ્ન કર્યાં, જાણો કોણ છે

મુંબઇઃ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના ચેમ્પિયન બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરીને આજે ચર્ચાનું કારણ બન્યો હતો. આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ની સીઝન દરમિયાન ચેન્નઈ ક્રિકેટ ટીમવતીથી સૌથી વિકેટ લઈને તુષાર દેશપાંડે લાઈમલાઈટમાં આવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ કલ્યાણમાં લગ્ન કરી લીધા છે. તુષારે નાભા ગદમવારને પોતાની જીવનસાથી બનાવી છે. ચેન્નઇના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના લગ્નની જાણકારી આપી હતી. લગ્ન કર્યા પછી તુષારે તેની પત્ની નાભા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તુષારના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તુષાર દેશપાંડેએ તેના લગ્નમાં આઈપીએલ અને મુંબઈની ટીમ માટે રમનારા સ્ટાર ક્રિકેટર પ્રશાંત સોલંકી, શિવમ દુબે, ધવલ કુલકર્ણી, ભાવેન ઠક્કર વગેરે આમંત્રણ આપ્યું હતું અને તેઓએ લગ્નમાં હાજરી આપી હતી. એટલું જ નહીં, શિવમ દુબેએ પણ ઈન્સ્ટાગ્રામ પર કપલના ફોટોગ્રાફ પણ શેર કરીને શુભેચ્છા આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુષાર અને નાભા સ્કૂલના સમયથી એકબીજાને ઓળખે છે. આ પછી તેઓ કોલેજમાં પણ સાથે ભણ્યા. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તુષારે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ 21 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. અગાઉ સગાઈ 12મી જૂને થઈ હતી.

તુષાર આઈપીએલમાં અત્યાર સુધીમાં 23 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 25 વિકેટ ઝડપી છે. તુષારે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 81 વિકેટ ઝડપી છે. તેણે 40 લિસ્ટ-એ મેચમાં 51 વિકેટ લીધી છે. આ સાથે તેણે અત્યાર સુધી રમાયેલી 67 ટી-20 મેચમાં 99 વિકેટ ઝડપી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વન-ડે ટીમના હાલના સુકાની કેએલ રાહુલે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં હતા. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે પણ તેની ગર્લફ્રેન્ડ મિતાલી પુરુલકર સાથે લગ્ન કર્યાં હતા. શાર્દુલ ઠાકુર સિવાય અક્ષર પટેલ સહિત ઋતુરાજ ગાયકવાડે લગ્ન કર્યાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button