સ્પોર્ટસ

‘મારા માટે એ શક્ય નથી’, એમએસ ધોનીએ આ નિવેદન આપીને લાખો ચાહકોના દિલ તોડ્યા

એમ એસ ધોની ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી છે જેઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ તેમની લોકપ્રિયતામાં રતિભારનો ઘટાડો થયો નથી બલ્કે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો જ જઇ રહ્યો છે. ધોની એક માત્ર એવા સુકાની છે જેમના નેતૃત્વમાં ભારતીય ટીમે 3 ICC ટ્રોફી જીતી છે. તેમના ફેન્સ દરરોજ સોશિયલ મીડિયા પર તેમને લગતી પોસ્ટ અને વીડિયો મૂકતા હોય છે.

ક્યારેક તેઓ ફૂટબોલની ગેમ રમતા જોવા મળે છે તો ક્યારેક બેડ મિન્ટન રમતા જોવા મળે છે. તેમની નાની નાની વાતો જાણવા ફેન્સ આતુર રહેતા હોય છે. પ્રશંસકોને લાગે છે કે ધોની કંઇ પણ કરી શકે છે. જોકે, ખુદ ધોની જ કહે છે કે મારી માટે શક્ય નથી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ એક નિવેદન આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કબૂલાત કરી છે કે એક એવી વસ્તુ છે જે તેઓ ક્યારેય કરી શકતા નથી.


વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, ‘હું યુટ્યુબ ચેનલ ચલાવી શકતો નથી. હું થોડો મૂડી છું. ક્યારેક એવું થાય કે હું ઇન્સ્ટાગ્રામ પર એકાદ, કે બે-ચાર વીડિયો પોસ્ટ કરી દઉં, પણ પછી એકાદ વર્ષ બાદ મારો બીજો વીડિયો પોસ્ટ કરું. આ વીડિયો જોયા બાદ ધોનીના ફેન્સને ખબર પડી કે એવું કયું કામ છે જે તે નથી કરી શકતો.

તેમના આ વીડિયોને જોયાબાદ હવે ફેન્સને ખબર પડી ગઇ છે કે તેઓ યુટ્યુબ ચેનલ નહીં ચલાવી શકે.
માહીભાઇના આ વીડિયોને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ધોનીના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- હું પણ આ માહી ભાઈ જેવો જ છું. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઇ લીધો છે અને વિવિધ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. તમે પણ માણો આ વીડિયો…..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button