સ્પોર્ટસ

ધોનીને મળ્યું વધુ એક સન્માન, આઈસીસી હોલ ઓફ ફેમમાં થયો સમાવેશ…

ધોની આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થનારો ભારતનો 11મો ક્રિકેટર બન્યો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી 20 વર્લ્ડ કપ અને 2011નો વન ડે વર્લ્ડ કપ જીતાડનારા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યથ કલગીમાં વધુ એક ઉમેરો થયો હતો. આઈસીસીએ તેનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. ધોની આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થનારો ભારતનો 11મો ક્રિકેટર બન્યો હતો.

આ ક્રિકેટરો થયા છે હોલ ઓફ ફેમમાં સામેલ
બિશન સિંહ બેદી
કપિલ દેવ
સુનીલ ગાવસ્કર
અનિલ કુંબલે
સચિન તેંડુલકર
વીનુ માંકડ
વીરેન્દ્ર સહવાગ
રાહુલ દ્રવિડ
નીતૂ ડેવિડ
ડાયના એડુલજી

ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ત્રણ આઈસીસી ટ્રોફી પર કબજો કર્યો હતો. ધોનીએ 2007નો ટી20 વર્લ્ડ કપ, 2011નો વન ડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિન્સ ટ્રોફી ભારતને જીતાડી હતી. આઈસીસીની ત્રણ અલગ અલગ ટ્રોફી જીતનારો તે વિશ્વનો એક માત્ર કેપ્ટન છે. ધોનીની ગણના માત્ર ભારતના જ નહીં વિશ્વના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે.

ધોનીએ ભારત તરફથી 350 વન ડે મેચ રમી હતી,. જેમાં 50.57ની સરેરાશથી 10773 રન બનાવ્યા હતા. આ દરમિયાન 10 સદી અને 73 અડધી સદી ફટકારી હતી. તેણે 90 ટેસ્ટમાં 6 સદીની મદદથી 4876 રન બનાવ્યા હતા. 2019 વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે તે અંતિમ આંતરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.

હોલ ઓફ ફેમ શું છે?
આઈસીસી હોલ ઓફ ફેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ક્રિકેટના ઇતિહાસના મહાન ખેલાડીઓને સન્માનિત કરવા માટે બનાવવામાં આવેલી એક પ્રતિષ્ઠિત યાદી છે. આ યાદીમાં ક્રિકેટમાં અસાધારણ યોગદાન આપનારા અને રમત પર કાયમી અસર છોડનારા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે.

શું છે પસંદગીના માપદંડ
હોલ ઓફ ફેમમાં પસંદગી માટેના ચોક્કસ માપદંડ હોય છે, જેમાં મુખ્યત્વે ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી, તેણે મેળવેલી સિદ્ધિઓ, રમત પર તેની અસર અને નિવૃત્તિ પછીનો સમયગાળો ધ્યાનમાં લેવાય છે.

આપણ વાંચો : ધોની (Dhoni) ઘરે જીતીને આવે કે હારીને, કોણ એકસરખા પ્રેમથી તેનું સ્વાગત કરે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button