IPL 2024સ્પોર્ટસ

‘MS Dhoni માત્ર ત્રણ બોલ માટે જ ક્રીઝ પર કેમ આવ્યો!’: SRH સામેની મેચમાં CSKના નિર્ણય પર સવાલ

IPL 2024માં ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામેના મેચમાં કારમી હાર મળી હતી. IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની આ સતત બીજી હાર છે. આ હાર બાદ CSK ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે.

SRH બોલરોએ ધીમી ડિલિવરી અને ઓફ-કટરનો ફેંકી CSKના બેટ્સમેન સામે મુશ્કેલી ઉભી કરી હતી. જેને કારણે CSK 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 165 રન જ બનાવી શકી હતી. CSK તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.

આ મેચ દરમિયાન એમએસ ધોનીએ સિઝનમાં બીજી વખત બેટિંગ કરી હતી પરંતુ જ્યારે તે ક્રીઝ પર આવ્યો ત્યારે CSK ની ઇનિંગ્સમાં માત્ર ત્રણ જ બોલ બાકી બચ્યા હતા. ધોની બે બોલ રમીને માત્ર એક જ રન કરી શક્યો.CSK ની પાછલી મેચમાં, દિલ્હી કેપિટલ્સ સામે ધોનીએ નંબર 8 પર બેટિંગ કરતા16 બોલમાં અણનમ 37 રન ફટકાર્યા હતા. ત્યારે એવી ચર્ચા હતી કે ધોનીએ ઉપરના ક્રમ પર બેટિંગ કરવામાં આવવું જોઈએ.પરંતુ CSK ધોનીને નંબર 7 પર બેટિંગ કરવા મોકલવા પર ટકેલી છે. આ નિર્ણય અંગે ઇરફાન પઠાણ, માઇકલ વોન અને સિમોન ડૌલ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ઇરફાન પઠાણે X પર પોસ્ટ કરી લખ્યું કે, “પીચમાં ઓફ કટર પ્લાનિંગ અને ભુવી અને ઉનડકટ સામેની મેચને ધ્યાનમાં રાખીને, ધોનીએ SRH વિરુદ્ધ આ મેચમાં ઉપરના ક્રમમાં બેટિંગ કરવી જોઈતી હતી.”

માઇકલ વોને કહ્યું કે “છેલ્લીમાં ધોનીએ ધોની જે પ્રદર્શન કર્યું તેના આધારે, તેના આધારે તેને પહેલા બેટિંગ કરવા મોકલવો જોઈતો હતો, ગઈ કાલે હું આશ્ચર્યચકિત થઇ ગયો હતો કે હું સમજી શકતો નથી કે તેને માત્ર ત્રણ બોલ માટે જ શા માટે મોકલવામાં આવ્યો. ”

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિમોન ડોલ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું લે “ધોની પાસે તે ધીમા બોલ પર હીટ લગાવવાની ક્ષમતા અને શક્તિ છે. આપણે આગાઉ તે જોયું છે, પરંતુ આ મેચમાં મને નવાઈ લાગી.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો