‘…દરવાજા બંધ ન થવા જોઈએ’ મોહમ્મદ શમીની બાદબાકી પર ઇરફાન પઠાણનું નિવેદન…

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ત્રણ ODI મેચની સિરીઝ માટે ભારતીય ટીમનો જાહેરાત કરી દેવામાં આવી છે, ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીને ફરી નિરાશા મળી. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરવા વધુ રાહ જોવી પડશે. ટીમમાં શમીને સ્થાન ન મળવાથી ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર ઈરફાન પઠાણ નિરાશ છે, તેણે આ BCCI સિલેકટર્સની ટીકા કરી છે.
નોંધનીય છે કે મોહમ્મદ શમી એ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવા મોહમ્મદ શમીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પહેલા ઈજાને કારણે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ સંપૂર્ણપણે ફિટનેસ મેળવી ચૂક્યો છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે, છતાં BCCIના સિલેકટર્સ તેને તક આપી રહ્યા નથી.
35 વર્ષીય મોહમ્મદ શમીના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ઇરફાન પઠાણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “મોહમ્મદ શમીના ભવિષ્ય શું? તે એવો ખેલાડી નથી જે કાલે આવે, થોડી મેચ રમેં અને ચાલ્યો જાય. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450-500 વિકેટ લીધી છે, જે એક મોટો આંકડો છે.
આ પણ વાંચો…વન-ડે ટીમમાં સિરાજનું કમબૅક, પણ શમીની ફરી અવગણના

તમે 400 થી વધુ વિકેટ લીધી હોય છતાં તમને ટીમમાંથી બહાર રાખવામાં આવે અને તમારી ફિટનેસ પર પ્રશ્ન ઉઠાવવામાં આવે એવું દરેક સાથે થાય છે. જ્યાં સુધી તમે ક્રિકેટ રમો છો, ત્યાં સુધી તમારે પોતાને સાબિત કરતા રહેવું પડશે.”ઇરફાન પઠાણે કહ્યું, “શમીએ 200 ઓવર ફેંકી છે. મતલબ કે ફિટનેસ તો છે જ, વધુ સુધારાની જરૂર છે, ફક્ત સિલેક્ટર્સ કમિટી જ જાણે છે એક તેઓ શું વિચારી રહ્યા છે. “

IPL માં શમીના પ્રદર્શન પર નજર:
ઇરફાન પઠાણે કહ્યું જો હું તેની જગ્યાએ હોત, તો હું IPL માં નવા બોલ સાથે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું. જ્યારે IPLમાં ફોર્મ અને ફિટનેસ સાબિત કરો છો, ત્યારે કોઈ તમને અવગણી શકે નહીં. આખી દુનિયા IPL પર નજર રાખે છે. જો તમે ત્યાં પ્રદર્શન કરો છો, તો તમે ટીમમાં તમારું સ્થાન પાછું મેળવું શકો છો. મારું માનવું છે કે તેના માટે દરવાજા બંધ ન થવા જોઈએ.
આ પણ વાંચો…મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની સુપ્રીમ કોર્ટમાં અરજી: મહિને ₹ 4 લાખનું ભરણપોષણ અપૂરતું



