Mohmmad Shamiએ વિવાદાસ્પર પર પોસ્ટ લાઈક કરી અને પછી જે થયું એ…

હાલમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર Mohmmad Shami પોતાની સર્જરીને કારણે બ્રેક પર છે. ગઈકાલે જ તેણે ફેન્સ સાથે પોતાની હેલ્થની અપડેટ શેર કરી હતી. પરંતુ હવે શમીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધની એક પોસ્ટ પર લાઈક થઈ ગયું છે જેને કારણે હોબાળો મચી ગયો છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
વાત જાણે એમ છે કે ટૂંક સમયમાં જ આઈપીએલ-2024 શરૂ થવા જઈ રહી છે, પણ એ પહેલાં જ હોબાળો મચી ગયો છે. મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લાઇક કરી છે આ પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે દેશ માટે રમવાનો વારો આવ્યો ત્યારે ઈજાગ્રસ્ત હતા અને હવે આઈપીએલ રમવા માટે એકદમ ફિટ એન્ડ ફાઈન થઈ ગયા? આ પોસ્ટમાં જે ખેલાડીની વાત થઈ રહી છે એ ખેલાડી બીજો કોઈ નહીં પણ હાર્દિક પંડ્યા છે.

હવે શમીએ આ પોસ્ટલે લાઈક કરવામાં આવતા સોશિયલ મીડિયા પર તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે એક તરફ શમી વર્લ્ડકપ દરમિયાન ઈજાગ્રસ્ત હોવા છતાં રમતા રહ્યો અને ભારતને ફાઈનલમાં લઈ જઈને પોતાનું 100 ટકા યોગદાન આપ્યું તો બીજી બાજું એક ખેલાડીએ આઈપીએલ રમી શકાય એ માટે બનાવટી ઈજાને કારણે વર્લ્ડકપની મેચથી દૂર રહ્યો હતો. શમીએ આ પોસ્ટને લાઈક કરતાં હોબાળો મચી ગયો છે.
શમીની વાત કરીએ તો હાલમાં તો તે આઈપીએલથી બહાર છે, પણ આશા કરીએ કે કે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ટીમ સાથે જોડાશે. હાલમાં જ શમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને પોતાના હેલ્થની અપડેટ આપી હતી. શમીએ લખ્યું હતું કે સર્જરી બાદ આખરે તેના પગ પરના ટાંકા દૂર કરવામાં આવ્યા છે. તે હવે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે અને તેની રિકવરી ખૂબ જ સારી છે.