‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
નવી દિલ્હી: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રણજી ટ્રેાફીની વર્તમાન સીઝનમાં રમવું જ જોઈએ એવો આગ્રહ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મેાહમ્મદ કૈફે કર્યેા છે. રણજીનો નવો રાઉન્ડ બુધવારે શરુ થયો છે.
તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ૦-૩થી હારી ગઈ હતી એટલે ટીમના સ્પિનર્સ સિવાય બધા ખેલાડીઓના ફૉર્મ બદલ તેમની ટીકા થવા લાગી છે.
ભારતીય ટીમ હવે આ મહિનાના અંત ભાગમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટે રવાના થશે. મેાહમ્મદ કૈફે એક મુલાકાતમાં કહ્યું છે કે જો ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓએ પાછા ફૉર્મમાં આવવું હેાય અને ઑસ્ટ્રેલિયામાં કલાકેા સુધી બૅટિંગ કરવાની ક્ષમતા ફરી કેળવવી હેાય તો રણજી ટ્રેાફીની અમુક મૅચ તેમણે રમવી જ જોઈએ.
જો આઉટ-ઑફ-ફૉર્મ બૅટર રણજી મૅચમાં સેન્ચુરી ફટકારશે તો તેઓ પાછા ફૉર્મમાં આવી ગયા કહેવાશે. આવી ઇનિંગ્સથી બૅટરનું મનેાબળ વધી જતું હેાય છે.
આપણ વાંચો: રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ભારતનેટી-૨૦ વર્લ્ડ કપમાં મજબૂત બનાવશે: રૈના
મેાહમ્મદ કૈફે રિષભ પંતને ઑસ્ટ્રેલિયાની અગાઉની ટૂરમાં થયેલા અનુભવની યાદ તાજી કરાવતા કહ્યું, ઍડિલેઇડની પ્રથમ ટેસ્ટમાં વૃદ્ધિમાન સાહા રમ્યો હતો. ભારત એ ટેસ્ટમાં ફક્ત ૩૬ રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. ત્યાર પછીના મુકાબલામાં પંતને મોકો મળ્યો હતો.
ત્યારે ઑસ્ટ્રેલિયામાં એક પ્રૅક્ટિસ-મૅચ રમાઈ હતી. એ લગભગ પિન્ક બૉલની મૅચ હતી. એમાં પંતે ૧૦૦ રન કર્યા હતા અને ત્યાર પછીની ટેસ્ટમાં પંતને તક મળી હતી અને તે અલગ જ ખેલાડી બનીને બહાર આવ્યો હતો. ત્યારે ગૅબામાં પંતે જે કમાલ કરી હતી અને ભારતીય ટીમે એ ટૂરમાં ઐતિહાસિક વિજય મેળવ્યો એ આપણને બધાને બરાબર યાદ છે.
મેાહમ્મદ કૈફે ફૉર્મ ગુમાવી ચૂકેલા સ્ટાર ખેલાડીઓ માટે વધુ ટકેાર કરતા કહ્યું, જે બૅટરથી આંતરરાષ્ટ્રીય મૅચમાં રન ન બનતા હેાય તેણે ડેામેસ્ટિક મૅચ રમવી જ જોઈએ. હું મેાટી ગાડીમાં આવું છું, ફ્લાઇટમાં ટ્રાવેલ કરું છું, એવું બધુ ભૂલી જાઓ. રન નહીં બને તો વીઆઇપી ટ્રીટમેન્ટ નહીં મળે. અરે ભાઈ, તમારે ગમે એમ કરીને પાછા ફૉર્મમાં આવવાનું જ છે. એ માટે તમારે સમય કાઢવેા પડશે અને એનો ફાયદો મળશે જ.