મોહમ્મદ સિરાજ નંબર વન બોલર બનીને ખુશ નથી, કહ્યું- વર્લ્ડ કપ જીતવો મારું લક્ષ્ય
નવી દિલ્હી: તાજેતરમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ફરી એકવાર વન-ડેમાં નંબર વન બોલર બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ફાસ્ટ બોલરે નંબર વન રેન્કિંગ કબજે કર્યું હતું. પરંતુ આ દરમિયાન સિરાજે કહ્યું કે, નંબર વન રેન્કિંગથી તેને કોઈ ફરક નથી પડતો. બે નવેમ્બરે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારતીય ઝડપી બોલર સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી, જેના કારણે તેને નંબર વન રેન્કિંગ મેળવવામાં મદદ મળી હતી.
પરંતુ સિરાજના નિવેદન વિશે વાત કરતા ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું હતું, કે, તેને નંબર વન રેન્કિંગથી કોઈ ફરક નથી પડતો કારણ કે તેનું લક્ષ્ય ૨૦૨૩ વર્લ્ડ કપ જીતવાનું છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. બેટ્સમેનોની સાથે સાથે બોલરોએ પણ ભારતને ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલમાં સ્થાન અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
આ સિવાય સિરાજે કહ્યું, હું આ ભારતીય ટીમનો ભાગ બનીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું. આ રીતે વર્લ્ડ કપમાં ભાગ લેવો અને આ પ્રકારનું પ્રદર્શન આપવું અદ્ભુત છે.
ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં આઠ લીગ મેચ રમી છે અને સિરાજ તમામ મેચોમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. ત્રણ મેચમાં સિરાજે ૩૧.૭ની એવરેજથી ૧૦ વિકેટ ઝડપી છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ટીમે તમામ આઠ મેચ જીતી હતી. ઉ