મોઈન અલીએ આ પાકિસ્તાની બોલરની ધોલાઈ કરી, એક ઓવરમાં ફટકાર્યા આટલા રન

હાલ કેરેબિયન પ્રીમિયર લીગ 2024 (Caribbean Premier League) ચાલી રહી છે. શનિવારે આ ટુર્નામેન્ટ 23મી મેચ ગુયાના એમેઝોન વોરિયર્સ વિ એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હાલમાં જ નિવૃત્ત થયેલા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી(Moeen Ali)એ ધુંઆધાર બેટિંગ કરી હતી. મોઈન અલીએ પાકિસ્તાના સ્ટાર બોલર ઈમાદ વસીમ(Imad Wasim)ની એક ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોર ફટકારીને 26 રન લીધા હતાં.
ગયાના એમેઝોન વોરિયર્સ તરફથી બેટિંગ કરતાં મોઈન અલીએ 42 રનની ઇનિંગ રમી હતી. એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ તરફથી ઇમાદ વસીમ ઇનિંગની 19મી ઓવર ફેંકવા આવ્યો હતો. વસીમની ઓવરના પહેલા બોલ પર મોઈન અલીએ એક્સ્ટ્રા કવર તરફ ચોગ્ગો ફટકાર્યો, જે બાદ તેણે આગળના 3 બોલમાં 3 શાનદાર સિક્સર ફટકારી હતી.
મોઈન અલીએ પ્રથમ સિક્સ ઓવર ડીપ મિડ-વિકેટ પર ફટકારી હતી. ત્યાર બાદ આગળનો બોલ વાઈડ લોંગ-ઓન પર ફટકાર્યો. ચોથા બોલ પર જોરદાર શોટ સાથે સિક્સ લગાવી.
પ્રથમ 4 બોલ પર 4 મોટા શોટ માર્યા બાદ તેનો ઇરાદો 5મો બોલને પણ બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવાનો હતો, પરંતુ તે ચૂકી ગયો. પાંચમા બોલ પર કોઈ રન ન મળ્યો.
જોકે, છેલ્લો બોલ તે ન ચૂક્યો. તેણે ફરીથી બોલને જોરથી ફટકાર્યો અને ચાર રન મળ્યા. આમ, એક ઓવરમાં તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કુલ 26 રન બનાવ્યા.
એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સ સામે તેની ટીમ માટે મોઈન અલીને 33 બોલમાં કુલ 42 રન બનવ્યા. ઇનિંગ દરમિયાન તેણે કુલ 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
ગયાનામાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગયાના એમેઝોન વોરિયર્સની ટીમ 20 ઓવરમાં 135/7 રન બનાવ્યા હતાં 136 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સની ટીમ 18.5 ઓવરમાં 108 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે, ગયાના એમેઝોન વોરિયર્સની ટીમ આ લો સ્કોરિંગ રોમાંચક મેચ 27 રનથી જીતવામાં સફળ રહી.