BCCI ને મળ્યા નવા પ્રમુખ; જાણો કોણ છે જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા ભૂતપૂર્વ ડોમેસ્ટિક સ્ટાર ખેલાડી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

BCCI ને મળ્યા નવા પ્રમુખ; જાણો કોણ છે જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા ભૂતપૂર્વ ડોમેસ્ટિક સ્ટાર ખેલાડી

મુંબઈ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ને નવા પ્રમુખ મળ્યા છે, આજે 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાયેલી એન્યુઅલ જનરલ મિટિંગ(AGM)માં મિથુન મનહાસ(Mithun Manhas)ને BCCI ના નવા પ્રમુખ તરીકે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યા છે. રોજર બિન્નીએ રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું હતું. હવે ભારતમાં ક્રિકેટના વિકાસ માટેની જવાબદારી મિથુન મનહાસને સોંપવામાં આવી છે.

રાજીવ શુક્લા BCCI ઉપપ્રમુખ પદ પર યથાવત રહેશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ના વર્તમાન પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રઘુરામ ભટ ટ્રેઝરર રહશે છે. KSCA ના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે, ત્યાર બાદ તેઓ નવું પદ સંભળાશે. દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે યથાવત રહેશે, જ્યારે પ્રભતેજ ભાટિયાને જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જયદેવ નિરંજન શાહને એપેકસ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા. ગવર્નિંગ કાઉન્સિલમાં બે નવા સભ્યો અરુણ સિંહ ધુમલ અને એમ. ખૈરુલ જમાલ મજુમદારને સામેલ કરવામાં આવ્યા.

કોણ છે મિથુન મનહાસ:

મિથુન મનહાસનો જન્મ 12 ઓક્ટોબર, 1979 ના રોજ જમ્મુ અને કાશ્મીર થયો હતો, તેઓ જમ્મુ અને કાશ્મીરથી આવતા BCCI ના પ્રથમ પ્રમુખ હશે. મિથુન મનહાસ ક્યારેય ભારતની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થયા ન હતાં. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મનહાસ રાઈટ હેન્ડ બેટર હતા, ક્યારેક ક્યારેક ઓફ-સ્પિન બોલિંગ પણ કરતા હતાં. તેમણે જરૂર પડ્યે વિકેટકીપર તરીકેની જવાબદારી પણ નિભાવી છે.

18 વર્ષની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં દરમિયાન મનહાસે 157 મેચ રમી હતી, જેમાં તેમણે 45 રનની એવરેજથી 9,714 બનાવ્યા હતાં. તેણે 27 સદી અને 49 ફિફ્ટી ફટકારી છે. 2007-08ની ડોમેસ્ટિક સિઝન તેમના માટે યાદગાર રહી. તેમની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીએ રણજી ટ્રોફી જીતી હતી, આ સિઝનમાં તેમણે 57.56ની એવરેજથી 921 રન બનાવ્યા હતાં.

IPLમાં મિથુન મનહાસ વર્ષ 2008 થી 2010 સુધી દિલ્હી ડેરડેવિલ્સ, 2011 થી 2013 વચ્ચે પુણે વોરીયર્સ અને 2014 મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યા હતાં.

આપણ વાંચો:  ફાઇનલ મેચમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ મજબૂત છે! આજે ઇતિહાસનું પુનરાવર્તન થશે?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button