સ્પોર્ટસ

શું રોહિત શર્માને કેપ્ટનપદેથી હટાવવાથી સૂર્યકુમાર યાદવ નિરાશ છે?

નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવવાના કારણે ઘણા ફેન્સ અને ટીમના ઘણા ખેલાડીઓ પણ નારાજ છે. 2013માં મુંબઈએ રોહિતને પહેલીવાર કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે ટીમ પાસે આઈપીએલની એક પણ ટ્રોફી નહોતી. રોહિતના કેપ્ટન બન્યા બાદ ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે.

મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ રોહિત શર્માની કેપ્ટન્સી છોડવાથી નારાજ દેખાઈ રહ્યો છે. સૂર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જોકે તેમાં તેણે ના તો કંઈ લખ્યું છે કે ન તો કોઈને ટેગ કર્યા છે. સૂર્યકુમાર યાદવે ફક્ત તૂટેલા હૃદયની એક ઇમોજી પોસ્ટ કરી હતી. આ ઇમોજી જોઇને ફેન્સ એમ જ માની રહ્યા છે કે આ રોહિત શર્મા માટે છે.

Surya kumar yadav / instagram story

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ ટીમમાં એક પ્રકારની ઉથલ પાથલ છઇ ગઇ છે. થોડા દિવસ પહેલા જસપ્રીત બુમરાહે પણ એક સ્ટોરી શોસિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. તેણે પણ કંઇ લખ્યું નહોતું પરંતુ ઇમોજી જ પોસ્ટ કર્યું હતું તેમજ. હાર્દિકના કેપ્ટન બન્યા બાદ ટીમના કોઇ પણ ખેલાડીએ કોઇ રીવ્યુ કે કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. તેથી એવું સ્પષ્ટ થાય છે કે મેનેજમેન્ટના આ નિર્ણયથી ટીમમાં નારાજગી છે.

નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવ આઇપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સનો વાઇસ-કેપ્ટન હતો. સૂર્યાએ કેકેઆર સામેની મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button