મેસીની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે, જાણી લો ક્યારે અને ક્યાં રમશે

કોચીઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર્સમાં ગણાતો આર્જેન્ટિના (Argentina) અને ઇન્ટર માયામીનો લિયોનેલ મેસી આગામી ડિસેમ્બરમાં ભારતમાં મુંબઈ તથા અમદાવાદ સહિત ચાર શહેરમાં સૉકર રમવા આવવાનો છે એવા થોડા દિવસ પહેલાં વાઇરલ થયેલા અહેવાલો વચ્ચે નવી ખબર એ મળી છે કે મેસી (Messi)ની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ નવેમ્બરમાં ભારત આવશે.
2022ના ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયન બનેલા આર્જેન્ટિનાની ટીમ ભારતમાં ફક્ત કેરળ (Kerala)માં રમશે. તેઓ 10-18 નવેમ્બર દરમ્યાન કેરળમાં કોચી અથવા તિરુવનંતપુરમમાં ફિફા ફ્રેન્ડ્લી મૅચ રમશે.
આપણ વાંચો: મુંબઈગરા અને અમદાવાદીઓ આનંદો! લિયોનેલ મેસી ડિસેમ્બરમાં આવવાનો છે
આર્જેન્ટિનાના ફૂટબૉલ ખેલાડીઓ કેરળમાં કઈ ટીમ સામે મૈત્રી-મૅચ રમશે એની જાહેરાત હવે પછી કરવામાં આવશે. જોકે મેસી આર્જેન્ટિનાના ખેલાડીઓ સાથે કેરળ આવશે એ સત્તાવાર રીતે કેરળના ખેલકૂદ પ્રધાન વી. અદબુરાહીમને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કરી હતી.
લિયોનેલ સ્કૅલોની આર્જેન્ટિનાનો ફૂટબૉલ કૅપ્ટન છે અને આર્જેન્ટિનાની ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં કુલ બે ફ્રેન્ડ્લી મૅચ રમાશે જેમાંની એક મૅચ અમેરિકામાં અને બીજી મૅચ કેરળમાં રમાશે.