ઍમ્બપ્પેએ પેનલ્ટી કિકના ધમાકા સાથે શરૂ કરી બીજી સીઝન

મૅડ્રિડઃ ફિફા વર્લ્ડ કપના રનર-અપ દેશ ફ્રાન્સના ટોચના ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પે (Mbappe)એ સ્પૅનિશ લીગ (Spanish league)માં પ્રથમ સીઝન સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ હવે બીજી સીઝનની શરૂઆતમાં જ પેનલ્ટી કિક સાથે રિયલ મૅડ્રિડ (Real Madrid)ને રોમાંચક વિજય અપાવ્યો છે. મંગળવારે અહીં ઑસસુના (Osasuna) સામેની મૅચ રિયલ મૅડ્રિડે 1-0થી જીતી લીધી હતી.
ઍમ્બપ્પેએ મૅચની 51મી મિનિટમાં પેનલ્ટી કિકથી રિયલ મૅડ્રિડને મૅચનો એકમાત્ર ગોલ અપાવ્યો હતો. તેના આ ગોલથી ટીમના નવા કોચ ઝાબી અલૉન્ઝોને પણ ફાયદો થયો હતો, કારણકે તેમણે આ ટીમના કોચ તરીકેના ડેબ્યૂમાં વિજયી-શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: લેવાન્ડૉવ્સ્કી અને યમાલે ઍમ્બપ્પેની યાદગાર મૅચ બગાડી, જાણો કેવી રીતે…
અલૉન્ઝો રિયલ મૅડ્રિડના ભૂતપૂર્વ ખેલાડી છે. તેમણે હેડ-કોચ તરીકે કાર્લો ઍન્સેલૉટીનું સ્થાન લીધું છે. કાર્લો હવે બ્રાઝિલમાં કોચ બન્યા છે.
મંગળવારની મૅચમાં રિયલ મૅડ્રિડના 18 વર્ષની ઉંમરના મૅસ્ટેન્ટ્યૂનોને ગોલ કરવાની તક હતી, પણ તેના શૉટમાં ઑસસૂનાના ગોલકીપરે બૉલ રોકી લીધો હતો.
રિયલ મૅડ્રિડના ખેલાડીઓ ક્લબ ફૂટબૉલમાં ભાગ લઈને ખૂબ થાકી ગયા હોવાથી આ મૅચ ગયા અઠવાડિયાને બદલે મંગળવારે રાખવામાં આવી હતી.