સ્પોર્ટસ

ગ્લેન મેક્સવેલની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક ઝંઝાવાતી કારકિર્દીનો અંત

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે આજે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને દુનિયાભરના ચાહકોને ચોંકાવ્યા હતા. મેક્સવેલ પોતાની શાનદાર બોલિંગ અને આક્રમક બેટિંગને લઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આગવી ઓળખ બનાવી હતી.

2023 વન-ડે વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે એવી ઈનિંગ રમ્યો હતો, જેને જોઈને ક્રિકેટપ્રેમીઓ ચોંકી ગયા હતા. મેક્સવેલની ઐતિહાસિક ઈનિંગ જોઈને દિગ્ગજોએ પણ કહ્યું હતું કે આવી અફલાતુન બેટિંગ ક્યારેય જોઈ નહોતી.

આપણ વાંચો: નિવૃત્તિ મુદ્દે ગ્લેન મેક્સવેલે આપ્યું મહત્ત્વનું નિવેદન

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમ્યો હતો.

સ્ટીવ સ્મિથે પણ એ ટૂર્નામેન્ટ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પછી આઈપીએલ 2025માં જોવા મળ્યો હતો, પરંતુ ઈજા પહોંચવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો.

2012માં ઓસ્ટ્રેલિયાની ટીમવતીથી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ગ્લેન મેક્સવેલે બે વખત વર્લ્ડકપ ચેમ્પિયન બન્યો હતો.

આપણ વાંચો: મિશેલનો વિવાદ વકર્યોઃ હવે વોર્નરના પક્ષમાં મેક્સવેલે આપ્યું સૌથી મોટું નિવેદન

149 વન-ડે મેચમાં 4,000 રન બનાવ્યા હતા, જ્યારે બોલર તરીકે પણ 79 વિકેટ ઝડપી હતી. મેક્સવેલની ખાસિયત એ હતી કે જ્યારે બેટિંગ કરતો ત્યારે પ્રોપર બેટ્સમેન અને બોલિંગ કરતો હતો ત્યારે પ્રોપર સ્પિનર જોવા મળતો હતો.

ગ્લેન મેક્સવેલ એક મેચ વિનર તરીકે ઊભરી આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ 2023માં બેવડી સેન્ચુરી પણ સૌને યાદ છે, કારણ કે તેને મુશ્કેલ પરિસ્થિતિમાં બનાવ્યા હતા.

આપણ વાંચો: પીચ પર જ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ટકરાયા અને મેક્સવેલે કર્યું કંઈક એવું કે…

ગ્લેન મેક્સવેલે પોતાની નિવૃત્તિ અંગે ચીફ સિલેક્ટર જ્યોર્જ બેલીને જણાવ્યું હતું. ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી વખતે 36 વર્ષના મેક્સવેલે કહ્યું હતું કે કહ્યું હતું કે 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી રમીશ નહીં.

મેક્સવેલે ફાઈનલ વર્ડ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે મેં અગાઉ જ તેમને કહ્યું હતું કે મને લાગતું નથી કે 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી રમી શકીશ.

ગ્લેન મેક્સવેલે ચાર સેન્ચુરી અને 23 હાફ સેન્ચુરી સાથે 3,990 રન બનાવ્યા હતા, જેમાં 201 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે, જે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ્સમાની એક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button