સ્પોર્ટસ
મૅન્ચેસ્ટર સિટી અને મિલાન વચ્ચેની મૅચ 0-0થી ડ્રૉ

જીનિવા: ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધામાં બુધવારે મૅન્ચેસ્ટર સિટી અને ઇન્ટર મિલાન વચ્ચેની રોમાંચક મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ હતી.
દરમ્યાન ઇંગ્લિશ પ્રીમિયર લીગની કટ્ટર હરીફ ટીમ આર્સેનલ સામેની રવિવારની મૅચ પહેલાં કેવિન ડિ’બ્રુઇનને ઈજા થતાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે.
સિટીએ ગયા મહિને ઇપ્સવિચ સામે 4-1થી જે મૅચ જીતી હતી એમાં કેવિને ગોલ કર્યો હતો.
બુધવારે કેવિનની ગેરહાજરીમાં સિટીએ વિજયથી વંચિત રહેવું પડ્યું હતું. બીજો મુખ્ય ખેલાડી એર્લિંગ હાલૅન્ડ પણ ગોલ નહોતો કરી શક્યો. સિટી વતી તેના 99 ગોલ છે.
ચૅમ્પિયન્સ લીગમાં સિટીની ટીમ માર્ચ, 2022 બાદ પહેલી વાર હોમ ગ્રાઉન્ડ પરની મૅચમાં જીતથી વંચિત રહી છે.
જોકે યુરોપિયન ગેમ્સમાં સિટીની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સતત 32મી મૅચમાં અપરાજિત રહી છે. છેલ્લે 2018માં સિટીનો લાયન સામે 1-2થી પરાજય થયો હતો.